મોદી પર રિલીઝ થનાર બાયોપિકનો ફર્સ્ટ લુક શું જોયો આપે ? જો ના, તો રાહ કોની જુઓ છો ? Click કરો અને જોઈ લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra modi) ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ગયાં છે.

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યાં છે.

સરબજીત અને મૅરી કૉમ જેવી બાયોપિક બનાવી ચુકેલા ઓમંગ કુમાર પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યાં છે.

થોડાક દિવસ પહેલા ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે આ ફિલ્મને લઈને વિગતો જાહેર કરી હતી. ફિલ્મને લઈને જોરદાર સળવળાટ હતો.

દરમિયાન સોમવારે પીએમ નરેન્દ્ર મોદીના ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થયાં. આ પોસ્ટર 23 ભાષાઓમાં રિલીઝ થયાં છે. પોસ્ટરને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રિલીઝ કર્યો છે. ફિલ્મની ટૅગલાઇન છે : દેશભક્તિ હી મેરી શક્તિ હૈ.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

લોકસભા ચૂંટણીને લઈને ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના ઘણા રાજકીય અર્થો કાઢવામાં આવી રહ્યાં છે. આ પહેલા જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર આધારિત ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર (The Accidental Prime Minister) ફિલ્મને લઈને રાજકીય માહોલ ગરમ હતો.

આ પણ વાંચો : 2011 બાદ પહેલી વાર જુઓ ટીમ ઇન્ડિયાનો આવો દિલ ખુશ કરી દેનાર ડાન્સ કરતો VIDEO

જોકે હવે સૌની નજર પીએમ નરેન્દ્ર મોદીની આ બાયોપિક છે, કારણ કે તેમાં તેમના જીવનની અનેક ઘટનાઓ દર્શાવવામાં આવશે. આ ફિલ્મ પર મોદીના રાજકીય વિરોધીઓની પણ નજર રહેશે.

ફિલ્મમાં વિવેક ઓબેરૉય પીએમ નરેન્દ્ર મોદીનો રોલ કરી રહ્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર્સમાં વિવેકના પિતા સુરેશ ઓબેરૉય પણ સામેલ છે. લાંબા સમયથી વિવેક કોઈ બૉલીવુડ ફિલ્મ નથી કરી રહ્યો. વિવેક હાલમાં સાઉથમાં એક્ટિવ છે.

આ પણ વાંચો : વાહ ભાઈ વાહ : દેશના આ રાજ્યમાં ખેડૂતો બટાકાને પિવડાવી રહ્યા છે ‘દારૂ’ અને થઈ રહ્યા છે માલામાલ, કેમ અને કેવી રીતે ? વાંચો રસપ્રદ અને સાચી ખબર

https://twitter.com/vivekoberoi/status/1082232090756698113

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Union minister Ashwini Choubey seen taking nap in a health program of Vibrant Gujarat

FB Comments

Hits: 476

Comments are closed, but trackbacks and pingbacks are open.