વડાપ્રધાન મોદીએ સફાઈ કર્મચારીઓને પોતાની બચત માંથી જ આપી દીધી રૂ.21 લાખની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે તેમની બચતને દાન કરવામાં આવશે. તેમને 21 લાખ રૂપિયાની બચતને કુંભ સફાઈ કર્મચારી કોરપસ ફંડને દાન કરી.

ગયા મહિને વડાપ્રધાને સિયોલ શાંતિ પુરસ્કારથી મળેલ લગભગ 1.5 કરોડની રકમ પણ ગંગા નદીની સફાઈ માટે આપી હતી. વડાપ્રધાન મોદીએ પહેલા પણ તેમનો પગાર અને અન્ય સન્માનથી મળેલ રકમને દાન કરતા રહ્યાં છે. વડાપધ્રાનને ગયા મહિનામાં દક્ષિણ કોરીયામાં સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને આ સન્માનની સાથે મળેલ 2 લાખ ડૉલર (લગભગ 1.42 કરોડ રૂપિયા)ની રકમ નમામિ ગંગે કાર્યક્રમને દાન કરી હતી.

 

 

READ  6 મેના દિવસે પાંચમા તબક્કાની ચૂંટણી પુરી થયા બાદ તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારકોના પૂર્વાચલ તરફ ઘોડા દોડશે, પૂર્વાચલમાં જાણો કેવો જામશે જંગ

વડાપ્રધાન મોદી થોડા દિવસ પહેલા કુંભ મેળામાં સામેલ થયા હતા. તેમને કુંભ મેળાની યાત્રા દરમિયાન ત્યાંના સફાઈથી જોડાયેલ સફાઈકર્મચારીઓના વખાણ કર્યા હતા. 8 હજારથી વધારે સફાઈકર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી કુંભને સાફ રાખે છે. તે દરમિયાન તેમને 5 સફાઈકર્મચારીઓના પગ ધોયા હતા. ત્યારબાદ વડાપ્રધાને અંગવસ્ત્ર આપીને તેમનો આભાર માન્યો હતો. તેમને બે નાવિક રાજુ અને લલ્લનને પણ પુરસ્કાર આપ્યા હતા.

READ  T-20 મેચમાં સિકસરોનો વરસાદ 62 બોલમાં 162 રન કરી આ ખેલાડીએ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

Oops, something went wrong.

FB Comments