સાઉદી અરબમાં PM મોદીની હાજરીથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરેશાન

જમ્મુ-કાશ્મીરમાંથી 370ને નાબૂદ કરવાનું કામ મોદી સરકારે પાર પાડી દીધુ છે. અને ત્યારથી જ પાકિસ્તાનના નાટક પણ શરૂ થયા છે. તો બીજી તરફ આ મુદ્દાને ઈસ્લામ સાથે જોડીને ઉછાળવાની કોશિશ કરી રહ્યું છે. આમ છતાં દુનિયાના કોઈપણ દેશ પાકિસ્તાનની વાતને ધ્યાનમાં લેતા નથી. જમ્મુ-કાશ્મીરને ધાર્મિક રંગ આપવાનું કામ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને શરૂ કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દક્ષિણ કોરિયાના સિયોલમાં PM મોદી વિરુદ્ધ નારેબાજી કરતા પાક. પ્રદર્શનકારીઓને શાઝીયા ઈલ્મીનો જવાબ

આ પણ વાંચોઃ પ્રકાશના પર્વની અનોખી ઉજવણી! મંદિરમાં 25 હજાર દિવળાઓ

ઈમરાન ખાને તમામ મુસ્લિમ દેશોને વિરોધમાં સાથ આપવાની અપીલ કરી છે. અને પાકિસ્તાનને સૌથી વધુ આશા સઉદી અરબ પાસેથી છે. પાકિસ્તાનને લાગે છે કે, સઉદી અરબ તેને કાશ્મીર મુદ્દે સાથ આપશે. પરંતુ સઉદી અરબે પાકિસ્તાનને જવાબ આપી દીધો છે. સઉદી અરબે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે, આ ભારતનો પોતાનો આંતરિક મામલો છે. અને પાકિસ્તાન તમામ મુસ્લિમ દેશો સાથે મળીને જે મુહિમ ચલાવે તેનાથી સઉદી અરબે પોતાને અલગ કરી દીધુ છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકને મધ્‍યાહન બાદ મિત્રો સાથે મિલન મુલાકાત અને ૫ર્યટન સ્‍થળ ૫ર જવાની શક્યતા ઉભી થશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે (28 ઓક્ટોબર)ના દિવસે સઉદી અરબ જવા માટે રવાના થશે. આ દરમિયાન ભારતે પાકિસ્તાન પાસે તેમના એરસ્પેસના ઉપયોગ માટે મંજૂરી માગી હતી. અને પાકિસ્તાને આ મામલે મનાઈ ફરમાવીને પોતાની ઓકાત દેખાડી દીધી છે.

READ  પાકિસ્તાનના ક્રિકેટરની વોટસએપ ચેટ લીક! 8 જેટલી છોકરીઓ સાથે અફેર કરવાનો આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સઉદી અરબના શહેર રિયાદમાં આયોજીત થનારા ત્રીજા FIIમાં હાજરી આપશે. 29થી 31 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. આ કાર્યક્રમની થીમ વ્હાટ ઈઝ નેક્સ્ટ ફોર ગ્લોબલ બિઝનેસ મતલબ વૈશ્વિક કારોબારમાં આગળ શું થશે. જો કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ ઈમરાનખાન પણ આ સંમેલનમાં 28 ઓક્ટોબરે સઉદી અરબ પહોંચશે.

FB Comments