સુરક્ષા-આર્થિક બાબતો પર વડાપ્રધાન મોદીએ બનાવી 8 કમિટીઓ, જાણો કોના કોના નામ છે સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે ઘણાં મંત્રાલયોમાં મોટો ફેરફાર કર્યો છે અને અમિત શાહને નવી સરકારમાં મુખ્ય જવાબાદારીઓ મળી છે. ભારત સરકાર તરફથી બધી જ કેબિનેટ કમિટીનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. નવી કમિટીઓમાં આ વખતે ગૃહ મંત્રી અમિત શાહની પણ એન્ટ્રી થઈ છે. વડાપ્રધાન મોદી પછી અમિત શાહ કમિટીના મુખ્ય ભાગ છે.

દેશની સુરક્ષાથી જોડાયેલા નિર્ણય લેવાની કમિટીમાં પણ અમિત શાહની એન્ટ્રી થઈ છે. તે સિવાય આ વખતે નિર્મલા સીતારમણ અને એસ.જયશંકર પણ આ કમિટીનો ભાગ છે. તેમાં સંસદીય મામલાની કમિટી, આર્થિક મામલાની કમિટી, સ્કિલ ડેવલોપમેન્ટ મામલાની કમિટી જેવી મુખ્ય કમિટીઓ પણ છે.

 

READ  ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને બહેન આવ્યા આમને-સામને! જાણો રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં કોનો આપશે સાથ? બહેને કર્યો ખુલાસો

1 મંત્રીમંડળની નિમણુક કરનારી કમિટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ

2. સુરક્ષા બાબતો અંગેની કેબિનેટ કમિટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ. જયશંકર

3. નિવાસી બાબતોની કેબિનેટ કમિટી

ગૃહ મંત્રી અમિત શાહ, નિતિન ગડકરી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, જિતેન્દ્ર સિંહ, હરદીપ સિંહ પુરી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. આર્થિક બાબતોની કેબિનેટ કમિટી

વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, નિતિન ગડકરી, સદાનંદ દેવેગૌડા, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન

READ  ઈન્દિરા ગાંધી બાદ આ પદ મેળવનારા પ્રથમ મહિલા નેતા હતા સુષમા સ્વરાજ

5. સંસદીય બાબતોની કેબિનેટ કમિટી

ગૃહ મંત્રી અમતિ શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, રામ વિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, થાવર ચંદ ગેહલોત,પ્રકાશ જાવડેકર, પ્રહલાદ જોશી.

આ પણ વાંચો: ધોનીના ગ્લવ્સમાં એવું તે શું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે આ ગ્લવ્સ, જાણો કારણ

6. રાજનીતિક બાબતોથી જોડાયેલી કેબિનેટ કમિટી

વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, નિતિન ગડકરી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, રામ વિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, હર્ષવર્ધન, પીયૂષ ગોયલ, અરવિંદ સાવંત, પ્રહલાદ જોશી.

READ  ગુજરાતમાં દરિયાકિનારે આવી દુનિયાની સૌથી મોટી શાર્ક વ્હેલ માછલી, લોકોના ટોળા તેને જોવા ઉમટી પડ્યા, જુઓ PHOTOS

7. ઈન્વેસ્ટમેન્ટ-ગ્રોથ કેબિનેટ કમિટી

વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, નિતિન ગડકરી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ.

8. રોજગાર અને સ્કિલ ડેવલોપમેન્ટ બાબતની કમિટી

વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલ, રમેશ પોખરિયાલ, ધર્મેન્દ્ર પ્રધાન, મહેન્દ્રનાથ પાંડે, સંતોષ ગંગવાર, હરદીપ સિંહ પુરી.

 

Oops, something went wrong.
FB Comments