વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?

જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદી વિશ્વ ઉમિયાધામના ભૂમિપૂજનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. વિશ્વના ખૂણે ખૂણે રહેતા કડવા પાટીદાર સમાજ દ્રારા આ વિશ્વ ઉમિયાધામનું નિર્માણ 100 વિંઘા જમીનમાં થશે. ગુજરાતના રાજકારણમાં કડવા પાટીદાર સમાજનું એક મજબૂત સ્થાન રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપી, પાટીદાર સમાજને પણ આકર્ષવાનો પ્રયત્ન કરશે.

ઉમિયાધામના ખાતમૂહર્તની મહાપૂજામાં 11 હજાર પાટલા હશે. તો ઉમિયાધામમાં ઉમિયા માતાની મૂર્તિ 40 ફૂટની હશે. જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો, 1 એડિશનલ ડિજી, 1 આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઇ, 450 પીએસઆઇ, 3500 પો.કો. અને હે.કો. રહેશે તહેનાત રહેશે.

શું છે ખાસ વિશેષતાઓ ?

3.75 કિમી સ્ક્વેર એરિયામાં સમગ્ર કાર્યક્રમ થશે
625 વિંઘામાં ઉમિયાનગરનું નિર્માણ થશે
5 લાખથી વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો ભાગ લેશે
20 હજાર સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે
5 હજાર માતાઓ 5 લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે
4 લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવ્યું છે
3.75 કિમી સ્ક્વેર વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે
400 વિંઘામાં 75000 કાર અને બસોનું પાર્કિંગ
2 હજાર બાળકો માતાજીની આરતી પર સાંસ્કૃતિ પર્ફોમન્સ કરશે
11 હજાર પાટલા પર બેસી 22 હજાર લોકો ભૂમિપૂજન કરશે અને વિશ્વ રેકોર્ડ સ્થપાશે.
જે પછીના 6 મહિનામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનો વિદેશની ધરતી પર જઈને જનજાગૃતિ કાર્યક્રમ કરશે

Amit Shah's son Jay Shah along with supporters reached vote counting center- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

અલબામા અને જ્યૉર્જિયામાં આવેલા વિનાશકારી વાવાઝોડા અમેરિકાને હચમચાવ્યું, હજારો ઘર બર્બાદ, 5000 લોકો વીજળી વગર રહી રહ્યા છે

Read Next

વડાપ્રધાન મોદીએ ઉમિયાધામની ભૂમિ પરથી ભરી હુંકાર, ‘2019 પછી પણ હું જ પીએમ રહેવાનો છું, ચિંતા કરશો નહીં’

WhatsApp chat