સંસદમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર હુમલો કરતાં કહ્યું કે ‘તમારા માટે ગાંધીજી ટ્રેલર, અમારા માટે જિંદગી’

PM Narendra Modi invokes Mahatma Gandhi, says Bapu is our life sansad ma PM Modi e vipaksh par humlo karta kahyu ke tamara mate gandhiji trailer, aamara mate jindgi

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 31 જાન્યુઆરીએ સંસદના બજેટ સત્રની શરૂઆતમાં લોકસભા અને રાજ્યસભાના સંયૂક્ત સત્રને સંબોધિત કર્યુ હતું. છેલ્લા 2 દિવસથી બંને ગૃહમાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે.

 

વડાપ્રધાન મોદીએ સંસદમાં વિપક્ષ પર હુમલો કરતાં કહ્યું કે તમારા વિચારની સાથે ચાલતાં તો રામ જન્મભૂમિ આજે પણ વિવાદોમાં રહેતી. તમારા વિચાર જ જો હોત તો કરતારપુર સાહિબ કોરિડોર ક્યારેય પણ ના બની શકતો. તમારો રસ્તો જ હોત તો ભારત-બાંગ્લાદેશ વિવાદ ક્યારેય પુરો ના થતો. અમે બધા જ તમારા રસ્તા પર ચાલતા તો લગભગ 70 વર્ષ પછી પણ આ દેશમાંથી કલમ 370 નાબૂદ ના થતી, મુસ્લિમ સમુદાયની મહિલાઓને ત્રણ તલાકની તલવાર આજે પણ ડરાવતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા પર મળશે દવાઓ પર 10 %નું ડિસ્કાઉન્ટ

વડાપ્રધાને વધુમાં કહ્યું કે લોકોએ ફક્ત એક જ સરકાર બદલી છે, તે ફક્ત આ જ નહીં, પરંતુ તેઓએ પણ બદલાવની અપેક્ષા રાખી છે. આ દેશના એક નવા વિચારની સાથે કામ કરવાની ઈચ્છા અને અપેક્ષાના કારણે અમને આવીને કામ કરવાનો અવસર મળ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નિર્ભયા કેસના દોષીતોનું ડેથ વોરંટ જાહેર કરનારા જ્જનું ટ્રાન્સફર

 

 

લોકસભામાં વડાપ્રધાન મોદીએ પોતાના વિચાર રાખ્યા. વડાપ્રધાન મોદી જ્યારે લોકસભામાં આવ્યા તો સત્તા પક્ષના સાંસદોએ ‘જયશ્રીરામ’ના નારા લગાવ્યા, તેના જવાબમાં વિપક્ષના સાંસદોએ ‘મહાત્મા ગાંધી’ની જયના નારા લગાવ્યા. ત્યારબાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ તો ટ્રેલર છે. તેની પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધી તમારા માટે ટ્રેલર, અમારા માટે તો જિંદગી છે.

READ  કોરોનાના સંકટ વચ્ચે વડોદરાથી આવ્યા સારા સમાચાર, વધુ એક દર્દી થયો સ્વસ્થ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments