ઈન્સ્ટાગ્રામ પર કોઈને ફૉલો નથી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, છતાં પણ છે વિશ્વના સૌથી પોપ્યુલર નેતા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરમાં પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. તેવામાં હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલો થનાર નેતા બની ગયા છે. હાલ તેમના 15.5 મિલિયન ફૉલોઅર્સ છે. 

જોકે તમને જાણીને નવાઈ લાગશે કે તેમના આટલા ફૉલોઅર્સ હોવા છતાં પણ તેઓ કોઈને ફૉલો નથી કરતા. એટલે કે તેઓ કોઈના ફૉલોઅર નથી.

આ પણ વાંચો: સોના-ચાંદી નહિ પણ આ ખાસ દોરાથી બન્યો છે પ્રિયંકા ચોપરાનો આ લાલ લહેંઘો!

આંતરરાષ્ટ્રીય પીઆર કંપની BCW Globalએ ‘Twiplomacy Study 2018’માં એક લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં નરેન્દ્ર મોદી વિશ્વભરમાં સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા નેતા જાહેર કર્યાં છે. સાથે જ સૌથી વધુ લાઈક મળેલી હોય તેવી પોસ્ટ્સ અને ફોટોસ પણ જાહેર કર્યાં છે.

જ્યારે નરેન્દ્ર મોદી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નમાં  ગયા હતા, તે વખતની તસવીરને ઈન્સ્ટાગ્રામ પર  પર સૌથી વધુ લાઈક્સ મળી છે. આ પોસ્ટ પર 18 લાખ 50 હજારથી વધુ લાઈક્સ અને 10.70 હજાર જેટલી કમેન્ટ્સ મળેલી છે.

તો વર્લ્ડ ઈકોનોમિક ફોરમ કાર્યક્રમ લખતે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં બરફવાળી તસવીર  બીજા નંબર પર છે. આ તસવીર પર 16 લાખ 35 હજારથી વધુ લાઈક્સ અને 13 હજારથી વધુ કમેન્ટ્સ મળી છે.

હવે જોઈએ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા ટૉપ 10 નેતાઓનું લિસ્ટ

નેતાઈન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ
નરેન્દ્ર મોદી15,510,584
જોકો વિડોડો12,258,141
ડોનાલ્ડ ટ્રમ્પ10,088,028
પોપ ફ્રાન્સીસ5,731,224
ક્વીન રાનીઆ4,822,639
આર.ટી.એર્ડોગનન4,351,238
ધી વ્હાઈટ હાઉસ4,190,066
ધી રોયલ ફેમિલી3,565,026
એચ.એચ.શેખ મોહમ્મદ3,356,463
ડીમીટ્રી મેડવેડેવ2,914,474

ઈન્સ્ટાગ્રામ પર જ નહીં, ફેસબૂક અને ટ્વિટર પણ ખૂબ સક્રિય છે.

મોદીએ અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 238 પોસ્ટ કરી છે. જ્યારે કે વીડિયોની વાત કરીએ તો 16 ઓક્ટોબર, 2018ના રોજ પોસ્ટ કરેલો ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’નો વીડિયો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Vadodara: Dustbins worth rupees lakhs lying in deteriorated condition in office of ward no.2 - Tv9

FB Comments

Hits: 212

Comments are closed, but trackbacks and pingbacks are open.