વડાપ્રધાન મોદીના ભત્રીજીની સાથે લુંટ કરનારા બીજા આરોપીની પણ ધરપકડ, ઝડપાયો સામાન

રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન મોદીના ભત્રીજી દમયંતી બેનની સાથે થયેલી લુંટ મામલે પોલીસે બીજા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે બીજા આરોપીની ઓળખ પહેલા જ કરી લીધી હતી, ત્યારબાદ રણનિતી બનાવી દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારથી બીજા આરોપીને ઝડપી લીધો.

આરોપીનું નામ બાદલ જણાવવામાં આવી રહ્યું છે. આરોપી બાદલની પાસેથી દમયંતીબેનની ઘડીયાળ અને અન્ય દસ્તાવેજ મળી આવ્યા છે. આ મામલે પહેલા પોલીસ નોનુ નામના એક આરોપીની ધરપકડ કરી ચૂકી છે. નોનુની પાસે પણ દમયંતીબેનનો ઘણો સામાન મળી આવ્યો હતો. તેની હરિયાણાના સોનીપતથી ધરપકડ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નાગરિકતા સુધારા કાયદાની ગેરસમજ થશે દુર, RSS કરશે ડોર ટૂ ડોર અભિયાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નોનુની ધરપકડ પછી પોલીસ બીજા આરોપીની તપાસમાં હતી. પોલીસે દાવો કર્યો હતો કે બીજા આરોપીની પણ ઝડપી ધરપકડ કરી લેવામાં આવશે. પોલીસે તેમના આ દાવાના થોડા કલાકોમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના ભત્રીજી દમયંતીબેનનું પર્સ લુંટીને સ્કુટી સવાર આરોપી ફરાર થઈ ગયા હતા.

READ  દિલ્હી: એરપોર્ટ પરથી મગફળીના ફીફા, બિસ્કીટ અને મટનમાંથી રૂપિયા 45 લાખની વિદેશી કરન્સી ઝડપાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments