વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા માટે કરી અપીલ, #VoteKar અને પોલિંગ બૂથ પર ‘ટોટલ ધમાલ’ કરો

લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે અપીલ કરી છે. જેના માટે તેમણે ‘વોટ કર’ કેમ્પનની શરૂઆત પણ કરી છે. ટ્વિટર પર દેશના લોકોને મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે અપીલ કરી છે. સાથે જ વડાપ્રધાને વિવિધ ક્ષેત્રની મોટી અને દિગ્ગજ હસ્તીઓને લોકોને મતદાનનો મહત્વ સમજાવવા પણ અપીલ કરી છે.

પીએમ મોદીએ કહ્યું કે,લોકોએ સુનિશ્વિત કરે કે તેમના પરિવારજનો અને મિત્રો મતદાનમાં ઉત્સાહથી ભાગ લે. તેમણે એમ પણ કહ્યું કે,લોકો દ્વારા આવું કરવાથી દેશના ભવિષ્ય પર સકારાત્મક અસર પડશે. સાથે જ લોકોને અપીલ કરી છે કે, જો તમે વોટરોને જાગૃત કરવા માટે કોઇપણ નવી ઝુંબેશ કરી રહ્યા છો તો તેની માહિતી #VoteKar પર શેર કરો.

વડાપ્રધાને મીડિયાની પણ કેટલીક મોટી હસ્તીઓને પોતાના ટ્વિટમાં ટેગ કરી લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી. પીએમ મોદીએ બોલિવૂડ દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર, અજય દેવગન અને માધુરી દીક્ષિતને પણ ટેગ કરી કહ્યું કે, બોક્સ ઓફિસ પછી પોલિંગ બૂથો પર ‘ટોટલ ધમાલ’નો સમય આવ્યો છે. વોટ કર મૂવમેન્ટમાં તમારા સ્પોર્ટથી ભારતના લોકતંત્રનું ભવિષ્ય સમૃદ્ધ થશે.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર, કબીર બેદી અને ફિલ્મ નિર્માતા શેખર કપૂરને થી લઇ હ્રતિક રોશન અને આર. માધવન જેવા સ્ટારને પણ ટેગ કરી લોકોવે વૈશ્વિક સ્તરે ભારતનું માન અને સમ્માન વધારવા માટે મતદાન કરવા માટે અપીલ કરી છે. વડાપ્રધાને તેમનાથી અપીલ કરતા કહ્યું કે દેશવાસીઓને વધુમાં વધુ સંખ્યામાં મતદાન માટે પ્રેરિત કરે.

આ પણ વાંચો : ગુજરાત ભાજપમાં ભડકો, સિટીંગ સાંસદ દેવજી ફતેપરાને ટિકિટ ન અપાતા શરૂ થયો વિરોધનો સૂર, પાર્ટી છોડવા અંગે લઈ શકે છે નિર્ણય

આ અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર હેન્ડલથી જુદા જુદા ક્ષેત્રોની જાણીતિ સેલિબ્રિટીઝને ટેગ કરી તેમણે લોકોને મતદાનના મહત્વને સમજવા અને મહત્તમ મતદાન વિશે જાગૃત કરવાની અપીલ કરી હતી.

Ahmedabad serial bomb blast case: Gujarat HC to hear the matter on July 9| TV9News

FB Comments

TV9 Web Desk6

Read Previous

ગુજરાતમાં પહેલી સભા યોગી આદિત્યનાથની યોજવા પાછળ ભાજપની શું રણનીતિ છે?

Read Next

NOTA લોકશાહીનું હથિયાર કે માત્ર ‘None of the Above’? શું તમે NOTA અંગે આ માહિતી જાણો છો ?

WhatsApp પર સમાચાર