કોરોનાના સંકટ દરમિયાન PM મોદી ફરી કરશે રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સિંગથી મુલાકાત

pm narendra modi mann ki baat 31st may twitter suggestions Corona sankat PM Modi aa tarikhe karse mann ki baat tame pan aa rite mokli shako cho suchano

કોરોના વાઈરસનું સંકટ દેશમાં મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. પ્રતિદિન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે ગંભીર બાબત છે. આ ગંભીર કોરોનાના સંકટની વચ્ચે પીએમ મોદી ફરી એકવાર અલગ અલગ રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે. આ બેઠક 16 અને 17 જૂનના રોજ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ઉડતી આફતથી વધી ચિંતા! મહેસાણાના કટોસણ અને શંખલપુર વિસ્તારમાં દેખાયા તીડ

PM Modi ae desh ne sambodhan krta jano shu khyu

આ પણ વાંચો :  દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 3 લાખને પાર, ફક્ત મહારાષ્ટ્રમાં નોંધાયા છે 1 લાખ કેસ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

16 જૂનના રોજ પીએમ મોદી એવા રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરશે જ્યાં કોરોના વાઈરસના કેસ ઓછા નોંધાયા છે. આ રાજ્યોમાં પંજાબ, અસમ, કેરલ, ઉત્તરાખંડ અને ઝારખંડ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે 17 જૂનના રોજ એવા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના સીએમ સાથે ચર્ચા કરશે જ્યાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે.

READ  ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા, 410 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પહેલાં પણ પીએમ મોદી અલગ અલગ રાજ્યના સીએમ સાથે વાત કરી ચૂક્યાં છે. આ વાતચીત પરથી પીએમ મોદીએ લોકડાઉને વધારવું કે નહીં, આર્થિક ગતિવિધિઓને છૂટ આપવી કે નહીં તે અંગે નિર્ણય લીધા છે. કોરોનાના સંકટમાં દેશમાં અનલોક-1 લાગુ છે. જો કે કોરોના વાઈરસના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.

READ  PM મોદીની આગેવાનીમાં લોકડાઉનને લઈને યોજાઈ બેઠક, અમિત શાહ અને પિયૂષ ગોયલ પણ હાજર

 

Oops, something went wrong.

 

FB Comments