ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેશે વડાપ્રધાન મોદી, જાણો તે શું છે?

વડાપ્રધાન મોદી આજે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEF)ના 20માં વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. તે પહેલા બુધવારે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ધન્યવાદ કરતા કહ્યું કે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં મને બોલાવવો ખુબ સન્માનની વાત છે. ભારત અને રશિયાની વચ્ચેના સંબંધોને નવી દિશા આપવા માટેની એક ઐતિહાસિક તક છે.

શું છે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ

આ ફોરમ વિશ્વ અર્થવ્યવસ્થાના મુખ્ય મુદ્દાઓ, પ્રાદેશિક એકીકરણ, ઔદ્યોગિક અને તકનીકી ક્ષેત્રોના વિકાસની સાથે સાથે રશિયા અને અન્ય દેશોની સામે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે એક મંચ પ્રદાન કરે છે. આ મંચ દ્વારા રશિયા અને એશિયાના દેશોની વચ્ચે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વિકસિત કરવાને લઈને વાતચીતનું માધ્યમ તૈયાર થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બજેટ 2020 પહેલા PM મોદીએ આ તમામ ક્ષેત્ર પર સરકારની વિશેષ નજર હોવાનો ઉલ્લેખ કર્યો

આ ફોરમની મુખ્ય ઓફિસ વ્લાદિવોસ્તોકમાં સ્થિત છે અને દર વર્ષે રશિયાના આ શહેરમાં બેઠક બોલાવવામાં આવે છે. તેની સ્થાપના રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વર્ષ 2015માં કરી હતી. ભારત અને રશિયાની વચ્ચેના સંબંધ હંમેશા સારા રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીને આ મંચ પર બોલાવવાથી વિશ્વાસ છે કે ભારત રશિયાની વચ્ચેના સંબંધ વધારે ગાઢ બનશે.

રશિયા અને ભારતની વચ્ચે 1950થી જ મૈત્રીપૂર્ણ સંબંધ રહ્યા છે. ત્યારે 1971માં ભારત-સોવિયત મૈત્રી સંધિ પછી સંબંધો વધુ મજબૂત થયા. ભારતે રશિયાની સાથે 9 ઓગસ્ટ 1971ના રોજ 20 વર્ષીય સહયોગ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જે મુજબ સાર્વભૌમત્વ માટે આદર, એકબીજાના હિતોનું ધ્યાન રાખવુ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ શામેલ છે.

READ  અતનુ દાસ અને દીપીકા કુમારીની જોડીએ તીરંદાજીમાં જીત્યો કાંસ્ય પદક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વર્ષ 1993માં એક વખત ફરી રશિયા અને ભારતની વચ્ચે શાંતિ, મૈત્રી અને સહયોગ બનાવી રાખવા માટે નવી સંધિ કરવામાં આવી, પરંતુ તેનો પાયો પણ મૂળભૂત સિદ્ધાંતોનો બનાવવામાં આવ્યો હતો.

સ્વતંત્રતા પછી ભારતને સૌથી વધારે હથિયાર રશિયા પૂરુ પાડતુ હતું પણ હાલમાં ભારત, ઈઝરાયલ અને અમેરિકા પાસેથી પણ હથિયાર ખરીદી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રશિયા પાસેથી વધારે પ્રમાણેમાં હથિયારો લેવામાં આવે છે. સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસનું નિર્માણ બંને દેશોના સૈન્ય સંબંધોની વાત કહેવા માટે પૂરતુ છે.

READ  નીતા અંબાણીના બેગની કિંમત એટલી છે કે તમે વિચાર્યું પણ નહીં હોય, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વર્તમાન પરિસ્થિતી પર જોવામાં આવે તો ભારત અમેરિકાની પણ ખુબ નજીક આવી ગયુ છે. ત્યારે રશિયા ચીન અને પાકિસ્તાનની સાથે સંબંધ વધારી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીની આંતરરાષ્ટ્રીય નીતિઓને લઈને પ્રશ્ન ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભારત, અમેરિકાની નજીક આવવાને લીધે પોતાના જુના મિત્રથી દુર થઈ રહ્યું છે. ત્યારે ભારતને ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં નિમંત્રણ મળવુ એ બતાવે છે કે બંને દેશોની વચ્ચે સંબંધ હાલમાં પણ સારા છે.

 

Oops, something went wrong.
FB Comments