વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુસ્સે થયા એક મંત્રી! કોણ છે આ મંત્રી?

છત્તીસગઢના શિક્ષણ પ્રધાન પ્રેમસાય સિંહ ટેકામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિચિત્ર નિવેદન આપ્યું છે. કોરિયા જિલ્લાના ખારગવાનમાં નાસ્તાની યોજના શરૂ કરવા પહોંચેલા શિક્ષણ પ્રધાન પ્રેમસાય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચોરીનો આરોપ લગાવ્યો હતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રેમસાયે કહ્યું કે કેન્દ્ર સરકારના 100 દિવસ પૂરા થતાં વડાપ્રધાન રેલ્વેમાં ચોરી કરી રહ્યા છે. વડાપ્રધાન મંત્રીઓની બેગ ચોરી કરાવી રહ્યા છે. વાત એમ છે કે અમરકંટક એક્સપ્રેસમાંથી મંત્રી પ્રેમસાયની બેગ ચોરી થઈ હતી. બેગની ચોરી થયા બાદ તેણે આ નિવેદન આપ્યું હતું. રાયપુરથી પેંડ્રા રોડ જતાં હતા ત્યારે અમરકંટક એક્સપ્રેસમાંથી બેગની ચોરી થઈ હતી.

READ  VIRAL કેટલું રીઅલ ? શું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે તો સૂર્યની દિશા બદલી દેશે ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પછી રેલવે વહીવટી તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્રમાં હંગામો થયો હતો. ઘટનાની જાણ થતાં બેગની શોધ મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ બુધવારે પણ બેગ અંગે કોઈ માહિતી મળી નથી. બેગ ચોરી અંગે કોઈ એફ.આઈ.આર. નોંધાઈ નથી, પરંતુ ટ્રેનના પ્રથમ વર્ગના ડબ્બામાંથી બેગની ચોરી થઈ હોવાની સ્થિતિમાં રેલ્વેની સલામતી અંગે સવાલો ઉભા થયા છે.

READ  લૂંટારાઓ સોસાયટીમાં ઘૂસીને સરેઆમ ચલાવી રહ્યાં છે લૂંટ, રૂ.5.36 લાખના દાગીના ભરેલી બેગની ચીલઝડપ

આ પણ વાંચો: ખતરનાક રેડિયેશનવાળા સ્માર્ટફોનનું આવ્યું લિસ્ટ! તમારો ફોનનો તો નથી ને આ લિસ્ટમાં?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Jamnagar: Residents of Morkanda road irked over open gutters| TV9News

FB Comments