VIDEO: નર્મદા સરદાર સરોવર ડેમ ખાતે PM મોદીનું જનસભાને સંબોધન, ‘જળસાગર અને જનસાગરનું થયું મિલન’

જન્મ દિવસે વડાપ્રધાને નર્મદાના નીર વધાવ્યા અને બાદમાં પીએમ મોદીએ ઐતિહાસિક સંબોધન કર્યું. આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા. તેમણે સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે- નર્મદા ડેમ આજે 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. વર્ષો બાદ સરદાર સાહેબનું સ્વપ્ન પૂર્ણ થયું છે. તળાવો અને નદીઓની સફાઈનું કામ થયું છે.આવનારા દિવસોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થવાનો છે.

આજ પ્રેરણા હેઠળ જળજીવન મિશન આગળ વધારવાનું છે. આજે જ્યાં સપ્તાહો સુધી પાણી મળતું ન હતું. તેવા કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ નર્મદાની કૃપા થઇ રહી છે. તેમણે કહ્યું કે- ટપક સિંચાઇ, માઇક્રો સિંચાઇનું ધ્યાન આપતા આજે 12 લાખ ખેડૂતોને સિંચાઈ યોજનાનો લાભ મળી રહ્યો છે. પીએમ મોદીએ નમામિ દેવી નર્મદે અને કેમ છો’ના સંબોધનથી જાહેરસભાની શરૂઆત કરી હતી. અને આવજો કહીને સંબોધન પૂર્ણ કર્યું હતું. PM મોદીએ કહ્યું કે, હું જ્યાં ઉભો છું તેની પાછળ જળ સાગર છે અને મારી સામે જન સાગર છે.

READ  નવી મોદી સરકારમાં આ 6 રાજ્યોમાંથી કોઈ પણ મંત્રી નહી!

સરદાર સરોવર ડેમ ખાતે PM નરેન્દ્ર મોદી દ્વારા જાહેર સભાને સંબોધન#Tv9News #Gujarat #PMModi

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, १६ सप्टेंबर, २०१९

આ પણ વાંચોઃ અમદાવાદમાં નવા ટ્રાફિક નિયમના પાલન અને ભંગ બદલ એક જ દિવસમાં વસૂલાયો આટલો દંડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  લો...હવે મોદી સરકારના બજેટ પર લાગી શકે છે ગ્રહણ, સુપ્રીમ કોર્ટમાં વકીલે દાખલ કરી જનહિત અરજી (PIL),જાણો શું છે દલીલ ?

ગાંધીનગર રાજભવનથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેવડિયામાં વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું. જે બાદ તેમણે ગરૂડેશ્વરમાં દત્ત મંદિરે જઇને દર્શન પણ કર્યા હતા. સાથે એટલું જ નહિં ચિલ્ડ્ન ન્યૂટ્રીશન પાર્કની મુલાકાત કરી હતી. PM મોદીના આગમન સાથે તેમની જાહેર સભાનું આયોજન પણ કરાયું હતું. જાહેર સભાની પૂર્ણાહૂતિ બાદ પીએમ મોદી પરત સચિવાલય પરત ફરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Tilak to Cow Urine Test - 'Non-Hindus Not Allowed' In Garba Venues, Kutch - Tv9 Gujarati

ગાંધીનગર સચિવાલથથી તેઓ રાજભવન પરત ફરશે. અને રાજભવનમાં બેઠક કરશે. આ બેઠક રાજકીય રીતે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. બેઠક બાદ તેઓ પોતાના માતાના આશીર્વાદ લેવા જઈ શકે છે. સમગ્ર કાર્યક્રમ પૂરો થયા પછી PM મોદી પરત દિલ્લી જવા રવાના થશે.

FB Comments