5.5 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયા 4-4 હજાર રુપિયા, જો તમારા ખાતામાં રુપિયા ન જમા થયા હોય તો આવી રીતે કરી શકો છો ફરિયાદ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતગર્ત ખેડૂતોને પૈસા મળી રહ્યાં છે. હાલ ખેતી કરવા માટે મોદી સરકારે પોણા છ કરોડ ખાતામાં ચાર-ચાર હજાર રુપિયા મોકલાવ્યા છે. ઘણાં ખેડૂતો રાહ જોઈ રહ્યાં છે જેને આ રકમ મળી નથી તેના વિશે પણ અમે માહિતી આપીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ઈસરોએ પૂછ્યું કે ચંદ્ર પર શું લઈ જવું જોઈએ? લોકોએ આપ્યા અજબ-ગજબ જવાબ!

21 જૂલાઈ સુધીની રિપોર્ટ પર નજર કરીએ તો દેશમાં 5,59,66,241 પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાનો લાભ મળ્યો છે. જો કે દેશમાં તો 14.5 કરોડ ખેડૂતો છે. આમ ઘણાં બધા ખેડૂતોને નિયમોના લીધે પણ લાભ મળી શક્યો નથી. જે ધારાસભ્યો હોય, મેયર હોય, મંત્રી હોય, સાંસદ હોય તેને આ લાભ મળી શકશે નહીં ભલે તેમની પાસે જમીન હોય અને તેઓનું નામ ખેડૂત તરીકે લખેલું હોય.

READ  કિસમેં કિતના હૈ દમ... લોકસભા ચૂંટણી પહેલા આકાશમાં સર્જાશે રાજકીય યુદ્ધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ આ લાભ મળવાપાત્ર નથી. જે લોકો સરકારમાંથી નિવૃત્ત છે અને તેમનું પેન્શન 10 હજારથી વધારે છે તેમને પણ આ સ્કિમમાં કોઈ જ લાભ મળશે નહીં. આમ સરકારના મોટાભાગના અધિકારીઓ અને મંત્રીઓ આ સ્કિમમાં ખેડૂતો હોવા છતાં તેમની આવકના કારણે બાકાત રાખવામાં આવ્યા છે.

READ  દેશના 10 મંદિર પાસે છે એટલાં રુપિયા કે જો ભારતના દરેક પરિવારને 10 કરોડ રુપિયા આપવામાં આવે તો પણ મંદિરોનો ખજાનો ખાલી ન થાય!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો તમને લાભ ના મળ્યો હોય અથવા તમારું નામ ના જ આવ્યું હોય તો તમે 011-23381092 પર હેલ્પલાઈન પર સંપર્ક કરી શકો છો. આ બાબતે મેઈલ પણ મોકલી શકો છો. pmkisan-ict@gov.in પર જ્યાં પણ તમને જવાબ આપવામાં આવશે. હાલ ખેતીની સિઝન હોવાથી સરકારે ખેડૂતોના ખાતામાં 4-4 હજાર રુપિયાની રકમ જમા કરાવી છે. આમ ઘણીવખત ભૂલના કારણે પણ ખેડૂતો વંચિત રહી જતા હોય તેને સંપર્ક કરવો જોઈએ.

READ  Ahmedabad: Heavy rain in Satellite area left societies waterlogged

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

Fake RTO receipt racket busted in Ahmedabad| TV9GujaratiNews

FB Comments