9 હજાર કરોડની છેતરપિંડી કરનાર માલ્યાના નામે નોંધાયો આ અનોખો રેકૉર્ડ !

વિજય માલ્યા દેશનો પ્રથમ ભાગેડુ જાહેર કરાયો છે. તેની સામે 9 હજાર કરોડ રૂપિયા હડપ કરવાનો આરોપ છે. માલ્યા વિદેશમાં છે.

મોદી સરકારે ભાગેડુ આર્થિક આરોપીઓ માટે ધન શોધન નિરોધક અધિનિયમ (પીએમએલએ) બનાવ્યો છે અને તેના હેઠળ મુંબઈની ખાસ પીએમએલએ કોર્ટે લિકર કિંગ વિજય માલ્યાને ભાગેડુ નાણાકીય અપરાધી જાહેર કર્યો. એનફોર્સમેંટ ડિપાર્ટમેંટ (ઈડી)એ આ માટે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પના વાર્ષિક પગાર કરતા પણ ચાર ગણું મોંઘું છે આ પ્રાણી ! તેની કિંમત અને ખાસિયત જાણી ચોંકી જશો

આ સાથે જ ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ (એફઈઓએ) હેઠળ વિજય મલ્યાનું નામ દેશના પ્રથમ ભાગેડુ આર્થિક અપરાધી તરીકે નોંધાઈ ગયું. આ સાથે જ હવે માલ્યાની તમામ સંપત્તિ જપ્ત કરવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : એક એવી મહિલા કે જેણે લોકપ્રિયતાની બાબતમાં રાજનાથ, યોગી, અખિલેશને પણ ધૂળ ચટાડી દિધી

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

પીએમએલએ કોર્ટે એફઈઓએની કલમ 2એફ હેઠળ માલ્યા વિરુદ્ધ ચુકાદો આપ્યો. આ સાથે જ હવે માલ્યાની દેશમાં રહેલી તમામ સમ્પત્તિ જપ્ત કરી શકાશે. આ કાયદા હેઠળ જે વ્યક્તિ અપરાધ કર્યા બાદ દેશ છોડી ગયો હોય અને તપાસ માટે કોર્ટમાં હાજર ન રહેતો હોય, તેની વિરુદ્ધ બિન જામીનપાત્ર વૉરંટ જાહેર થઈ ચુક્યું હોય, તેને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરી શકાય છે.

નોંધનીય છે કે વિજય માલ્યા પર બૅંકો સાથે 9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. માલ્યા માર્ચ-2016માં બ્રિટન ભાગી ગયો હતો.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Union minister Ashwini Choubey seen taking nap in a health program of Vibrant Gujarat

FB Comments

Hits: 323

Comments are closed, but trackbacks and pingbacks are open.