આર્થિક તંગીનો સામનો કરી રહેલી જેટ ઍરવેજ માટે PMO એ બોલાવી જરૂરી મિટીંગ.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા ખાનગી વિમાન કંપની જેટ ઍરવેજની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તાત્કાલીક જરૂરી બેઠક બોલાવી છે. જેટ ઍરવેજ ગંભીર નાંણાકિય સંકટમાં છે.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા ખાનગી વિમાન કંપની જેટ ઍરવેજની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તાત્કાલીક જરૂરી બેઠક બોલાવી છે. આ પહેલા જેટ ઍરવેજે નાંણાકિય તંગીના કારણે પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાન સોમવાસ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

READ  VIDEO: અમદાવાદ બજેટ બોર્ડમાં કોર્પોરેટર મીઠી ઉંઘ માણતા દેખાયા

સૂત્રોનું કહેવુ છે કે, નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ વિભાગના સચિવને જેટ ઍરવેજ સાથે સંબંધિત તમામ મુદ્દાઓની સમીક્ષા કરવા કહ્યું હતું. ત્યાર બાદ આ બેઠક બોલાવવામાં આવી છે. નાંણાકીય સંકટોથી ઘેરાયેલી જેટ ઍરવેજે પોતાની ઘણી ફ્લાઈટો રદ્દ કરી દીધી છે. અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ સોમવાર સુધી અટકાવી દીધી છે.

કંપનીએ શેરબજારને જાણ કરી હતી કે, ભાડા પર વિમાન લેનાર કંપનીને રકમ ન ચુકવી શકવાના કારણે પોતાના વધુ 10 વિમાનો અટકાવી દેવાની ફરજ પડી હતી. જેટ ઍરવેજ વૈશ્વિક ક્ષેત્રે વિમાન સેવા આપનારી સૌથી મોટી ખાનગી એરલાઈન્સ કંપની રહી છે. જોકે તેનુ વિમાન કાર્ગો કંપની દ્વારા ભાડુ ન મળતા જપ્ત કરી દેવામાં આવ્યું છે.

READ  મોદી સરકાર બન્યા પછી શેર બજારમાં તેજી, સેન્સેક્સ બીજી વાર 40 હજારને પાર

Oops, something went wrong.

FB Comments