કરોડોના બંગ્લામાં રહેતાં નીરવ મોદીએ 1430 ખૂંખાર કેદીઓ સાથે પસાર કરવો પડ્યો ‘હોળી’નો દિવસ

દેશને કરોડોનું ફુલેકું કરીને ફરાર થયેલા નીરવ મોદીની મુશ્કેલી વધી રહી છે. લંડનમાં ધરપકડ થયેલા નીરવ મોદીની આ હોળી તેના જીવનની સૌથી ખરાબ હોળી સાબિત થઈ છે. PNBમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધારેનું કૌભાંડ કરી દેશ છોડી ફરાર થયેલા નીરવ મોદીને લંડનની જેલમાં બંધ કરવામાં આવ્યો છે.

લક્ઝરી લાઇફ અને આલીશાન બંગ્લામાં રહેતાં નીરવ મોદીએ હોળીનો દિવસ ગુનેગારો અને કેદીઓની વચ્ચે જેલમાં પસાર કરવો પડ્યો હતો. મંગળવારે જ નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. જેને બુધવારે જામીન આપવામાં આવી ન હતી.

આ પણ વાંચો : અમેઠીમાં ગત વખતે રાહુલ ગાંધીને માંડ માંડ જીત મળી હતી, શું આ વખતે સ્મૃતિ ઈરાની કરી શકશે કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત ?

નીરવ મોદીની જામીન અરજી રદ્દ થયા પછી લંડનની હર મેજેસ્ટીઝ પ્રીઝનમાં મોકલી દેવામાં આવ્યો છે. જ્યાં તેને અલગ સેલ પણ આપવામાં આવ્યો ન હતો. ત્યાં કેદીઓની સંખ્યા જ 1430 જેટલી છે જેથી નીરવ મોદીએ અન્ય કેદીઓની સાથે રહેવાની ફરજ પાડવામાં આવી હતી.

સમગ્ર દુનિયામાં સ્ટાર્સની વચ્ચે રહેતાં નીરવ મોદી બ્રિટની જ નહીં પરંતુ દુનિયાની સૌથી વધુ ભીડ ધરાવતી જેલમાં બંધ છે. આ જેમાં ઘણાં લોકો ડ્રગ્સના વ્યસની છે અને કેટલાંક લોકોનું તો માનસિક સંતુલન પણ બરાબર નથી. આ સ્થિતિમાં નીરવ મોદીએ આ જેલમાં હજી 29 માર્ચ સુધી રહેવું પડી શકે છે.

અત્રે નોંધનીય છે કે, નીરવ મોદીની હોલબોર્નથી મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. જે પછી વેસ્ટમિન્સ્ટરની કોર્ટે તેને જામીન આપવાની પણ ના પાડી દીધી હતી. મોદી 2018માં PNB કૌભાંડ બાદથી ભારતમાંથી ફરાર થયો છે.

Singers showered with wads of cash at cow protection programme in Tharad,Banaskantha|Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

અમેઠીમાં ગત વખતે રાહુલ ગાંધીને માંડ માંડ જીત મળી હતી, શું આ વખતે સ્મૃતિ ઈરાની કરી શકશે કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત ?

Read Next

ગુજરાતની બાકી રહેલી 25 બેઠકો માટે આજે વડાપ્રધાન મોદી અને અમિત શાહ કરી શકે છે નામોની જાહેરાત, રૂપાણી સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા

WhatsApp પર સમાચાર