કરોડોનું બેન્ક કૌભાંડ કરનાર નીરવ મોદી પહેલી વખત લંડનના રસ્તા પર ફરતો જોવા મળ્યો, હજી પણ જીવી રહ્યો છે ‘આલિશન જીવન’

ભારત પર કરોડો રૂપિયાનું ફલેકું ફેરવી જનાર નીરવ મોદીને ભારતીય તપાસ એજન્સીઓ શોધી રહી છે. પણ નીરવ મોદી લંડનના રસ્તાઓ પર જાહેરમાં ફરતો જોવા મળ્યો છે. ભારતની બેન્કોને રૂ. 13 હજાર કરોડનું ફલેકું ફેરવી ભાંગેડુ પહેલી વખત કેમેરા સામે જોવા મળ્યો છે.

નીરવ મોદી લંડનના માર્ગ પર એકદમ અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. તેને દાઢી વધારી દીધી છે. એક તરફ ભારતીય તપાસ એજન્સી તેને શોધી રહી છે તેવવું કહી રહી છે ત્યારે લંડનના એક જાણીતા અખબારે નીરવ મોદી સાથે જાહેર રસ્તા પર જ પ્રશ્નો કર્યા હતા. પરંતુ નીરવ મોદીએ તેના જવાબ આપ્યા નહીં અને ‘નો કોમેન્ટ’ બોલી ત્યાંથી રવાના થયો હતો.

READ  ભાગેડુ આરોપી નીરવ મોદીને લંડન કોર્ટની ફટકાર, 27 જૂન સુધી રહેવું પડશે જેલમાં

હજી પણ જીવે છે લક્ઝરી લાઈફ

લંડનના રસ્તા પર ફરતા કેમેરામાં કેદ થયેલા નીરવ મોદીના જેકેટની કિંમત જ 10000 પાઉન્ડ એટલે કે અંદાજે રૂ.9 લાખ છે. એટલું જ નહીં મોદી લંડનના સેન્ટર પોઇન્ટ ટાવર બ્લોકમાં ત્રણ બેડરૂમના ફલેટમાં રહે છે. જે લંડનમાં ઘણી પ્રખ્યાત સ્થાન છે, જ્યાંથી સમગ્ર લંડનને નીહાળી શકાય છે. આ ફ્લેટનું ભાડું 17 હજાર યુરો છે એટલે કે અંદાજીત રૂ. 15 લાખ. આટલાં આલિશાન રીતે જીવે છે.

READ  બેંકોના રૂ.9,900 કરોડ લઈ ફરાર થયેલા લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર આજે થશે ફેંસલો, UKની કોર્ટ સંભળાવશે પોતાનો નિર્ણય

આ પણ વાંચો : પંજાબના મુખ્યમંત્રીએ પાકિસ્તાન વિરૂદ્ધ લીધાં કડક પગલાં, સિધ્ધુએ પોતાની જ સરકાર પાસેથી શીખામણ લેવાની છે જરૂર

મોદીની વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ રજૂ કર્યા બાદ અમે બ્રિટનના અધિકારીઓને તેના સરનામા પર પ્રત્યર્પણ કરવાનો અનુરોધ મોકલ્યો છે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે મોદીને અસ્થાયી રીતે ધરપકડ કરશે. જેથી કરીને ન્યાયિક પ્રક્રિયા શરૂ થઇ શકે પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.

READ  લોકસભાની ચૂંટણીના કેમ્પઇનમાં પણ જામ્યો જંગ, ભાજપના 'મૈં ભી ચોકીદાર' સામે કોંગ્રેસે પણ લોન્ચ કર્યું 'મૈં ભી ચોકીદાર' કેમ્પઇન

ઇડીના વરિષ્ઠ અધિકારીઓએ નીરવ મોદીને ધરપકડ કરવા માટે યુકેના અધિકારીઓને કેટલાંય રિમાઇન્ડર મોકલ્યા છે, પરંતુ લંડનના અધિકારીઓએ તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી. તાજેતરમાં જ ઇડી એ 13000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના કેસમાં નીરવ મોદીની ભારત અને વિદેશોમાં હાજર 1725.36 કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી ચૂકયા છે.

Ahmedabad: Councillors seen sleeping during AMC general meeting| TV9News

FB Comments