બિહારના CM નીતિશ કુમાર મુશ્કેલીમાં, પૉક્સો કોર્ટે આપ્યો CBI તપાસનો આદેશ, મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડમાં નવો વળાંક

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને ભારે પડવાનું છે, તેવું લાગે છે, કારણ કે તેમની સામે CBI તપાસના આદેશો છૂટ્યા છે.

 

આ કેસને જોઈ રહેલી દિલ્હીની વિશેષ POCSO કોર્ટે નીતિશ કુમાર સામે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ આદેશના પગલે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડમાં નવો વળાંક આવી ગયો છે.

READ  મુંબઈ એરપોર્ટ કૌભાંડમાં મોટી કાર્યવાહી, CBIએ GVK ગ્રુપ અને એરપોર્ટ ઓથોરિટીની વિરૂદ્ધ ફરિયાદ નોંધી

આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી ડૉ. અશ્વિનીએ પોતાના વકીલના માધ્યમથી શેલ્ટર હોમના સંચાલનમાં મુખ્યપ્રધાન નીતિશ કુમારની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. અશ્વિનીને ગત નવેમ્બરમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે તરુણ વયની છોકરીઓને ડ્રગ્સના ઇંજેક્શન આપવાનો આરોપ છે.

અશ્વિનીએ નીતિશ કુમાર વિરુદ્ધ દાખલ અરજીમાં આરોપ લગાવ્યો કે સીબીઆઈ તથ્યોને દબાવવાની કોશિશ કરી રહી છે કે જેમાં મુઝફ્ફરપુરના પૂર્વ ડીએમ ધર્મેન્દ્ર સિંહ, સીનિયર આઈએએસ ઑફિસર અતુલ કુમાર સિંહ અને સીએમ નીતિશ કમારની ભૂમિકાની તપાસ થવાની હતી.

READ  જેહાદી કેસનો વોન્ડેટ આરોપી 16 વર્ષ બાદ ATS અને ક્રાઈમબ્રાંચના સકંજામાં

વિશેષ પૉક્સો કોર્ટના જજ મનોજ કુમારે સીબીઆઈને ત્રણેય વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો. નોંધનીય છે કે ગત 7 ફેબ્રુઆરીએ આ કેસ દિલ્હીની વિશેષ પૉક્સો કોર્ટમાં ટ્રાંસફર થયો હતો અને આવતા અઠવાડિયાથી સુનાવણી શરુ થવાની શક્યતા છે.

[yop_poll id=1482]

Oops, something went wrong.
FB Comments