VIDEO: ઈન્દોરમાં લોકોએ પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, હુમલાખોરોની પોલીસે કરી ધરપકડ

Police attacked by mob in Indore

જે પોલીસકર્મીઓ દિવસ-રાત ખડેપગે રહીને લૉકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવી રહ્યા છે. જે પોલીસકર્મીઓ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. ઈન્દોરમાં આવા જ જાંબાઝ પોલીસકર્મીઓને ખાવા પડી રહ્યા છે પથ્થર. અગાઉ ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં આરોગ્યની ટીમ પર હુમલો થયો હતો. અને ત્યારબાદ ઈન્દોરના લોકોની કરતૂત આખા દેશમાં ખુલ્લી પડી હતી.

READ  ભારત અને ઓસ્ટ્રેલિયાની આજની મેચમાં જીતવા માટે અને આ વલ્ડૅ રેકોર્ડ માટે બંને ટીમો વચ્ચે થશે મોટી જંગ

આ પણ વાંચો: અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન

ત્યારબાદ ઈન્દોરમાં બીજીવાર શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ઘટના છે ઈન્દોરના ચંદનનગરની જ્યાં ખુદ પોલીસે જ જીવ બચાવીને ભાગવું પડ્યું. પોલીસ અહીં ઘરની બહાર ઉભા રહેલા લોકોને સમજાવવા ગઈ હતી. પરંતુ લોકોએ પોલીસ ઉપર જ હુમલો કરી દીધો. જેનો VIDEO વાઈરલ થયો છે. જોકે બાદમાં પોલીસે આ હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સાવધાન! ચીન ભારત પર સાઈબર એટેક કરવાની તૈયારીમાં, તમારી પાસે આ નામથી આવી શકે છે ઈમેઈલ

FB Comments