લોકરક્ષક દળની ભરતી પરીક્ષા રદ્દ થતાં કોંગ્રેસ અને વિદ્યાર્થીઓના રોષ વચ્ચે મુખ્યમંત્રીએ આપી મોટી રાહત

Lok Rakshak Exam_Tv9

Lok Rakshak Exam_Tv9

લોકરક્ષક ભરતીની પરીક્ષા રદ્દ કરવામાં આવતાં રાજ્યમાં વિદ્યાર્થીઓ મામલે રાજકારણ શરૂ થયું છે. પેપર લીકની ઘટનાની મુખ્ય પ્રધાને ગંભીરતાથી નોંધ લીધી છે. મુખ્ય પ્રધાને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા અને ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસ ભાડું નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે.

એટલું જ નહીં આ મામલે સરકારે ગૃહ વિભાગને તપાસનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત મુખ્ય પ્રધાને કહ્યું કે, ઉમેદવારોનું બસનું ભાડું રાજ્ય સરકાર ચુકવશે તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગોને સૂચના આપવામાં આવી છે અને કડક પગલાં ભરવા માટેનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : પોલીસ લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા રદ્દ : વિદ્યાર્થીઓને થઇ રહેલી હેરાનગતિ માટે જવાબદાર કોણ ?

આ તરફ કોંગ્રેસ તરફથી રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજ્ય સરકારની ટીકા કરી છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસના પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભાજપના શાસનમાં જ્યારે પોલીસનો પટ્ટાવાળા તરીકે સરકારી કાર્યક્રમોમાં ઉપયોગ થઇ રહ્યો છે, લોકોમાં ડરનો માહોલમાં જીવી રહ્યાં છે.

રાજ્યોનો બેરોજગાર યુવાન લાઇનોમાં ઊભો રહીને નોકરી માટે વલખાં મારી રહ્યા છે. 3 હજારની ભરતી માટે જ્યારે 9 લાખ બેરોજગાર યુવાનો પરીક્ષા આપવા આવે છે.

તેમજ તેમણે કહ્યું કે, તેમાં પણ આવવા જવાનો ખર્ચ, બે ત્રણ દિવસના રોજગાર પણ જતો કર્યો હોય, ખાવા પીવાનો ખર્ચ , ફોર્મનો ખર્ચો કર્યો. તેમછતાં આજે સરકારની નિષ્ફળતાને કારણે લોકરક્ષક દળની પરીક્ષા રદ્દ કરવી પડી છે જેનાથી નવ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થી છે.

અમિત ચાવડાએ કહ્યું કે, પરીક્ષા મોકુફ થવાથી પરીક્ષાર્થીઓને થયેલા આર્થિક નુકસાન પણ સરકારે આપવું જોઇએ. સારી વ્યવસ્થા ઉભી થવી જોઇએ. કોઇપણ જાતની ગેરરીતી ન થવી જોઇએ અને જે પણ જવાબદાર હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. વારંવાર આવ પ્રકારની પરીક્ષાઓ મોકૂફ થવાની ઘટાનાઓના પગલે જે તે ખાતાના મંત્રીઓએ પણ જવાબદારી સ્વીકારવી રાજીનામું આપવું જોઇએ.

[yop_poll id=”98″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat: This youth saved lives of many students during Surat fire incident- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

પોલીસ લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા રદ્દ : વિદ્યાર્થીઓને થઇ રહેલી હેરાનગતિ માટે જવાબદાર કોણ ?

Read Next

લોકો કેમ સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાને કહી રહ્યાં છે ‘દંભી’? જુઓ વીડિયો

WhatsApp chat