ખેડામાં પોલીસ દંપતીએ દીકરી ગુમાવી તો પણ અધિકારીઓએ માનવતા ના દાખવી!

ધર્મેન્દ્ર કપાસી | ખેડા,   લોકડાઉનમાં રાજ્યમાં પોલીસની કામગીરીની પ્રશંશા થઇ રહી છે. કેટલાક પોલીસ કર્મચારીઓ ને પારિવારિક કે શાર્રીરિક  તકલીફમાં હોવા છતાં પણ ફરજ પર હાજર રહી પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. જોકે ખેડા પોલીસનો એક કિસ્સો જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીની માનવતા મરી પરવારી હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડા જીલ્લાના સેવાલિયા પોલીસ મથકમાં દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ગુલબારા ગામના જયસિંહ નાનજીભાઈ મંડોળ છેલ્લાં 10 વર્ષથી પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમના પત્ની અલકાબેન જયસિંહ ભાઈ મંડોળ ઠાસરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઠાસરા પોલીસ લાઈનમાં સરકારી આવાસમાં રહી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

આ પણ વાંચો :   અમદાવાદઃલૉકડાઉન વચ્ચે દારૂ લેવા જતા વ્યક્તિનો જુઓ VIRAL VIDEO

હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન બંદોબસ્ત  હોવાથી આ પોલીસ દંપતી દ્વારા પોતાની 2  વર્ષની દીકરી રોહીને સાચવવામાં  તકલીફ પડતી હોય અલકાબેનના પિયર સંજેલી ખાતે થોડા દિવસ પહેલા મામાના ઘરે મૂકી આવવામાં આવી હતી. બસ દીકરી મામા ઘરે હોય પતિ પત્ની પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા હતા. ત્યાં જ આ પોલીસ દંપતી પર આભ તૂટી પડ્યું.  2 એપ્રિલના રોજ સાંજના ચાર ત્રીસ કલાકે મામાના ઘરે દીકરી લીલા શેકેલા ચણા ખાઈ રહી હતી.  જેમાં એક દાણો રોહીના નાકમાં ભરાઈ ગયો.  જેની જાણ પરિવારને થતા તત્કાલ દાહોદ સારવાર અર્થે ખસેડવામાં આવી જોકે દાણો શ્વાસ નળીમાં ફસાઈ જતા તબીબો દ્વારા રોહીને વડોદરા હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી.  બીજી તરફ રોહીના પોલીસ માતાપિતાને પણ ઘટનાની જાણ કરવામાં આવતા બંને પોલીસ કર્મચારીઓ પોતાના થાના ઇન્ચાર્જની મંજૂરી લઇ વડોદરા હોસ્પીટલમાં જવા નીકળ્યા પણ માતા પિતાનું રોહી સાથે મિલન થાય તે પહેલા જ રોહીએ દુનિયાને અલવિદા કરી દીધી. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આટલી વાત જાણ્યા પછી તમને જરૂર નવાઈ લાગશે કે આમાં પોલીસ અધિકારીની માનવતા ક્યાં મરી પરવારી તો વાત એમ છે કે સેવાલિયા અને ઠાસરા પોલીસમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ લોકડાઉન બંદોબસ્ત હોવા છતાં પણ ઘરે ગયાની જાણ ખેડા જીલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રને થતા કદાચ તમને લાગશે કે દિવ્ય મિશ્ર એ દીકરી ગુમાવનાર દંપતીને દિલાસો આપ્યો હશે અને દુખની ઘડીમાં પોતે તેઓની સાથે હોવાની વાત કરી હશે . અહી તો  ઉલટું થયું એક આઈપીએસ કક્ષાના અધિકારી અંગ્રેજ સમયના અધિકારી હોય તેવા દર્શન ઠાસરા અને સેવાલિયા પોલીસ મથકના પીએસઆઈને થયા. ASP સાહેબ બંને પીએસઆઈ સાથે એટલી બિભત્સ ભાષાનો પ્રયોગ કરી તેમને પોલીસ કર્મચારીઓને જવા જ કેમ દીધાં આપાતકાલ ચાલે છે એવું કહી બંને પીએસઆઈને સસ્પેન્ડ કરવાની અને તત્કાલ બને પોલીસ કમર્ચારીઓને ઘરે જઈ લઈ આવવાની વાત કરવામાં આવી.

કદાચ  જાણીને નવાઈ લાગશે કે ગઈકાલે બપોરે દીકરીની અંતિમ વિધી પૂર્ણ  કરી સાંજના સમયે રોહીના માતા પિતા દીકરીને ગુમાવ્યા બાદ નોકરી ન ગુમાવવી પડે તે માટે  ફરજ પર હાજર થઇ ગયા. જોકે બંને કર્મચારીઓ દ્વારા એસપી સાહેબ પાસે રજા માંગવા ગયા હતા પણ માનવતા મરી પરવારી ચુકેલાં એસપી દિવ્ય મિશ્રએ રોહીના માતાપિતાને રજા આપવાનો ઇનકાર કરી દીધો હતો. 

જોકે ૨ તારીખે રાત્રે બંને પોલીસ સ્ટેશનના થાણા ઈન્ચાર્જોને પર વિફરેલા એસપી દિવ્ય મિશ્રએ મોડી રાત્રે એક ઓડિયો કલીપ વાઈરલ કરાવી હતી. જેમાં તેઓ સુફિયાણી વાતો કરતા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ ટીવીનાઈનને થતાં સમગ્ર ઘટનાની તપાસ કરી અને ખરેખર આખો બનાવ સત્ય હોવાનું ઉજાગર થતા જ સમગ્ર મામલે અમદાવાદ રેન્જ આઈજીને પૂછવામાં આવતા તેમણે કહ્યુું કે  મને નથી લાગતું કે રજા નથી મળી. મને લાગે છે આ ચર્ચા કરવી અહીં યોગ્ય નથી. કોઈ ટેકનીકલ ભૂલ લાગે છે અને આટલી વાત કરીને તેઓ કેમેરાથી દૂર થઈ જાય છે.

કોરોનાનો હજી એક પણ કેસ ખેડા જિલ્લામાં નોંધાયો નથી. બંને કમર્ચારીઓએ પોતાના અધિકારીને જાણ કરી ગયા હોવા છતાં રેંજ આઈજી દીકરીના માતા પિતા પ્રત્યે સંવેદના પ્રગટ કરવાને  બદલે આઈપીએસ અધિકારીને છાવરતા હોઈ તેવું સ્પષ્ટપણે  લાગી રહ્યું છે.
Oops, something went wrong.
FB Comments
READ  ગાંધીજીનો ફોટો હટાવવાની માગ અને ગોડસેનો આભાર માનનારા IAS અધિકારી વિરુદ્ધ લેવાયા પગલા, કર્યું હતું વિવાદાસ્પદ ટ્વીટ