શું ગૃહ વિભાગમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર? જાણો કેમ BJP સાંસદને લખવો પડ્યો ગૃહમંત્રીને પત્ર?

કિંજલ મિશ્રા | અમદાવાદ,  ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે જેમાં પોલીસ દ્વારા ગેરવર્તુંણક ભ્રષ્ટાચાર તથા અણછાજતું વર્તનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રના કારણે પારદર્શક સરકાર અને ભ્રષ્ટાચારમુક્ત સરકારના દાવા ઉપર અનેક સવાલો પણ ઉભા થયા છે. વાત જાણે એમ હતી કે ટૂંક સમય પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પાસે વિદેશથી આવતા મુસાફરોને પોલીસ દ્વારા કનડગત કરવામાં આવી રહી હતી.  જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.  જે વીડિયો પ્રમાણે પોલીસની આ કાર્યવાહીના કારણે 5 વર્ષની બાળકી રડવા માંડી હતી.  જોકે પોલીસ દ્વારા ખાખીનો રોફ જમાવવાનો આ પહેલો કિસ્સો નથી પરંતુ આ વખતે પોલીસ દ્વારા એક કે બીજા કારણસર NRI પરિવારોને કાર્યવાહીના નામે કનડગત કરવામાં આવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો.

જેના આધારે અનેક ચર્ચાઓ અને ટિપ્પણીઓ પણ થઈ છે.  જોકે સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ગૃહ પ્રધાનને પત્ર લખવામાં આવ્યો જેમાં એ વાતનો ઉલ્લેખ કરાયો કે ખેડા-આણંદ વિસ્તારમાં અનેક NRI પરિવારો રહે છે જે વર્ષો બાદ દેશમાં પોતાના ઘરે અમુક સમય માટે પાછા આવતા હોય છે.  અમદાવાદ એરપોર્ટ પર પોલીસ દ્વારા કેટલાય લોકો સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે.  પત્રમાં ભ્રષ્ટાચાર  અને ગેરશિસ્તનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે,  સાથે જ એમ પણ લખવામાં આવ્યું છે કે આ તમામ ગતિવિધીઓના કારણે ગુજરાતની છાપ દેશમાં અને દેશની એક છબી ખરડાય છે જેના કારણે આ પ્રકારના તત્વો પર તાત્કાલિક ધોરણે લગામ લગાવવાની ટકોર પણ દેવુસિંહે પત્રમાં કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક માટે ચૂંટણીનું મતદાન શરૂ, વિજય રૂપાણીનો છે આ દાવો

તેમણે પત્રમાં આવી અનેક ફરિયાદો મળી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.  જોકે આ અંગે ગૃહ વિભાગ તરફથી કે પોલીસ તરફથી કોઇ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી હોય તેવી માહિતી મળી નથી.  સવાલ આખો એ ઊભો થાય છે કે વિપક્ષ દ્વારા સ્વાભાવિક રીતે સરકારને કોઈને કોઈ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.  સરકાર પણ વિપક્ષ અને નકારાત્મક માનસિકતા કહીને મુદ્દાનો છેદ ઉડાડી દે છે પરંતુ જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય ત્યારે સાંસદો તથા મંત્રીઓ પોતાના વિસ્તારમાં ઉભા થઈ રહેલા પ્રશ્નોની તેમજ સમસ્યાઓની મૌખિક જાણકારી આપીને સમસ્યાનો સમાધાન થાય તે માટે પ્રયાસ કરવાનો સૂચન કરતા હોય છે.

READ  મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસ સરકાર બનાવશે આ મામલે સુશિલ કુમાર શિંદેનો જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વાત જો દેવુસિંહની કરવામાં આવે તો ખૂબ જ સરળ વ્યક્તિત્વના સાંસદ માનવામાં આવે છે.  પોતાના વિસ્તારની સમસ્યાઓને સતત કેન્દ્રમાં પણ વાચા આપતા હોય છે. સતત પોતાના મતક્ષેત્રમાં સંપર્કમાં રહેતા હોય છે તેના દ્વારા આ પ્રકારે પત્ર લખાયો છે એ જ સૂચવે છે કે અગાઉ કેટલીક વાર સાંસદ દ્વારા ગૃહ વિભાગ અથવા તો પોલીસ બેડામાં થઈ રહેલી કામગીરીથી લોકોને થઈ રહેલી કનડગત બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે,  ગૃહવિભાગે આંખ આડા કાન કરી લીધા છે અથવા તો ધાર્યું પરિણામ મળ્યું નથી અને પ્રજાની સતત મુશ્કેલીઓનો વધારો થઈ રહ્યો છે.  તે જ કારણ છે કે જ્યારે વિદેશમાં રહેતા ભારતીયો અને પોતાની જ ધરતી પર અપમાન જનક રીતે વેલકમ કરવામાં આવ્યો ત્યારે સાંસદે લેખિતમાં પત્ર લખવો પડ્યો છે.

READ  U19 World Cup: પાકિસ્તાનને હરાવીને સાતમી વાર ટીમ ઈન્ડિયા પહોંચી ફાઈનલમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ તો ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા સતત ગુનાખોરીનો દર ઘટ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. પોલીસ બેડામાં પણ સબ સલામત હોવાની વાત કરવામાં આવે છે તો સવાલ ઉભો થાય છે કે આખરે આ ભ્રષ્ટાચાર ગેરરીતિ અને અણછાજતું વર્તન થઈ રહ્યું છે તેની ગૃહ પ્રધાનને શું કોઈ જાણ જ નથી? શું દીવા તળે અંધારું છે કે પછી આંખ આડા કાન કરી તંત્રનો અણઘડ વહીવટ ચાલી રહયો છે?  ગૃહ પ્રધાન દ્વારા હંમેશા કોઈપણ સબંધીને છોડવામાં નહીં આવે તેવા નિવેદન પણ કરવામાં આવે છે.  ત્યારે જોવાનું એ છે કે આ પત્રની કેટલી ગંભીરતાથી ગૃહ વિભાગ લેશે સાથે જ આગામી દિવસોમાં આ અંગે કોઈ પગલા લેવામાં આવશે કે નહીં?

 

 

Oops, something went wrong.
FB Comments