મુંબઈ: FREE KASHMIRનું પોસ્ટર લહેરાવનારી મહિલા પર થઈ આ મોટી કાર્યવાહી

police-fir-mahek-mirza-prabhu-free-kashmir-poster

જેએનયુમાં નકાબધારીઓ આવ્યા અને વિદ્યાર્થી-પ્રોફેસરોને માર માર્યો. આ બાદ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં એક વિરોધ પ્રદર્શન મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને તેમાં એક ફોટો ખાસ વાઈરલ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાશ્મીરમાં સેના જવાનના અપહરણ થવાની વાત પર રક્ષા મંત્રાલયે કરી સ્પષ્ટતા,'કોઇ જવાનનું અપહરણ થયું નથી'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

મુંબઈના જેએનયુમાં હિંસાના વિરોધ પ્રદર્શનમાં એક પોસ્ટર દેખાતા રાજનીતિ શરૂ થઈ ગયી હતી. કાશ્મીર રાજનીતિનું હાલ કેન્દ્ર બનેલું છે અને તેમાં આ પોસ્ટરમાં લખ્યું હતું કે FREE KASHMIR. જેનો સીધો અર્થ આઝાદ કાશ્મીર એવો થાય. આ પોસ્ટર એક મહિલાના હાથમાં હતું. જો કે આ મહિલાએ બાદમાં પોસ્ટરને લઈને સોશિયલ મીડિયામાં એક સ્પષ્ટતા કરી છે. જેમાં મહક મિર્ઝા નામની મહિલાએ કહ્યું કે તેઓ ઈન્ટરનેટ અને કમ્યુનિકેશન અંગે આઝાદીની વાત પોસ્ટરના માધ્યમથી કરી રહ્યાં છે.

READ  શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 ટકા અનામત?

મુંબઈ પોલીસે નોંધી ફરિયાદ
કાશ્મીર ભારતનો સેન્સિટીવ ઈશ્યુ ગણવામાં આવે છે અને ફ્રી કાશ્મીરના પોસ્ટર સાથે વિરોધ કરવો તે દેશની અંખડિતતાની વિરોધ છે. જેના લીધે કોલાબા પોલીસ સ્ટેશનમાં સંવિધાનની કલમ 153 બીના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મહક મિર્ઝા નામની મહિલા પર રાષ્ટ્રીય હિતને પ્રભાવિત કરવાનો આરોપ છે. જો કે મહકને કોઈપણ પ્રકારની પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા નથી.

READ  જયંતી ભાનુશાળી હત્યા કેસ: આરોપીઓની પૂછપરછ કરવા 12 દિવસના રિમાન્ડ મંજૂર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments