31 ડિસેમ્બરને લઇ ગાંધીનગર પોલીસ સજ્જ, ઉજવણી કરનારાઓ પર રાખશે બાજ નજર

Police on toes for new year celebration

૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. આ ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગાંધીનગર પોલીસે ખાસ આયોજન કર્યું છે. જેમાં એક્શન પ્લાન બનાવીને દરેક પોલીસ સ્ટેશનના મોટા ભાગના કર્મીઓને બંદોબસ્તમાં ગોઠવવાનું નક્કી કર્યું છે.

New year Celebration

ખાસ કરીને સાંતેજ, અડાલજ અને અન્ય સ્થળો પર જ્યાં ફાર્મ હાઉસ આવેલા છે તેના પર પોલીસ કર્મીને ખાસ ધ્યાન રાખવા જણાવાયું છે. અને જો કોઈ ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થનું સેવન કરે તો તેની સામે કાર્યવાહી કરવા પણ જણાવાયું છે. આ તમામ પ્રકારના સૂચનો ગતરાતે કોમ્બિંગ નાઈટ પુરી થયા બાદ યોજાયેલી અધિકારીઓની કોનફરન્સમાં ઉચ્ચ અધિકારીએ આપ્યા હતાં. તેમજ ખાનગી એટલે કે મકાનોમાં ઉજવણી કરી રહેલા લોકો પર પણ ખાસ ધ્યાન રાખવા માટે સૂચન કર્યા હતા.

READ  જો અમેરિકાએ આ પગલું ભર્યું તો ભારતના લોકોને વિઝા મળવામાં મુશ્કેલી પડી જશે!

Police on toes for new year celebration

ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગાંધીનગરમાં આવતી ચેકપોસ્ટ પર બ્રેથ એનેલાઈઝર મશીન સાથે પોલીસકર્મીને ગોઠવવામાં આવશે જેથી જો કોઈ બહારથી દારૂ પીને આવવાનો પ્રયાસ કરે તો તેને ઝડપી શકાય. તેમજ જો કોઈ દારૂ લાવવાનો પણ પ્રયાસ કરશે તો તેને ઝડપી લેવામાં આવશે. આમ અન્ય શહેરોની સાથે ગાંધીનગર પોલીસ પણ 31 ડિસેમ્બરને લઈને એક્શનના મૂડમાં જોવા મળી છે.

READ  પરપ્રાંતીઓને વતન પહોંચાડવા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન ઓરિસા માટે થશે રવાના

[yop_poll id=400]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192