અંકલેશ્વરમાં દેશીદારૂની મીની ફેકટરીઓ પર પોલીસના દરોડા, સળેલા ગોળમાંથી બનતો હતો ભઠ્ઠીનો દારૂ

desi daru

અંકલેશ્વરમાં અમરાવતી નદીના કિનારે ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ પર પોલીસે દરોડા પાડી મોટી માત્રામાં દારૂ બનાવવાની સામગ્રીઓનો નાશ કર્યો હતો. પોલીસના મેગા ઓપરેશનના પગલે બુટલેગરો ભઠ્ઠીઓ છોડી નાસી જતા ૪ શખ્સોને વોન્ટેડ જાહેર કરી પોલીસે તાપસ શરુ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નકલી પોલીસથી સાવધાન! ભરૂચના અંકલેશ્વરમાંથી ઝડપાયો નકલી PI

બિન આરોગ્યપ્રદ ચીજોની મદદથી દેશી દારૂ બનાવી દારૂની બદી ફેલાવવા સાથે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું કરતા બુટલેગરો સામે અંકલેશ્વર શહેર પોલીસે લાલ આંખ કરી હતી. અમરાવતી નદીના કિનારે દેશી દારૂની મીની ફેકટરીઓ સમાન ભઠ્ઠીઓ પર પી.આઈ.આર કે ધૂળિયાની રાહબરી હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અંકલેશ્વરના ભરણ ગામે ખેતરમાં રમતા 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, સારવાર સમયે નિપજ્યું મોત

 

પોલીસે અલગ અલગ ચાર સ્થળોએ સામૂહિક દરોડા પડી વોશ, અખાદ્ય ગોળ અને દેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો. પોલીસે ભઠ્ઠીઓ અને દારૂ બનાવવાની ચીજોનો નાશ કર્યો હતો. દરોડાની કાર્યવાહીના પગલે ફરાર થઇ ગયેલા ૪ શખ્સોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ભરૂચમાં ૧૫૦ એકર જમીનના ઉભા પાકને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે

 

 

FB Comments