મોઢા પર વાગેલા નખે ખોલ્યો હત્યાનો રાજ, પત્નીની હત્યાનો આરોપી સંકજામાં

અંકલેશ્વરમાં આડા સંબંધનાં વહેમમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોયાબજારમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવવાના મામલામાં પતિના મોં ઉપર થયેલી ઈજાઓ પોલીસને મજબૂત કડી પુરી પડતા પતિની ધરપકડ કરી હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

અંકલેશ્વર પોલીસે ડ્રામેબાજ હત્યારા પતિની ધરપકડ કરી છે. દિનેશ વસાવા નામના વ્યક્તિએ 15 ફેબ્રુઆરીએ પત્ની રંજન અચાનક કંઈ બોલતી ન હોવાનો બુમરાણ મચાવી પરિવાર અને પાડોશીઓને ભેગા કર્યા હતાં.  જ્યાં તબીબી તપાસમાં મામલો શંકાસ્પદ નજરે પડવા સાથે દિનેશના ચહેરા ઉપર પણ ઇજાના નિશાન દાળમાં કાળું હોવાનો ઈશારો કરતા પોલીસ બોલાવાઈ હતી. પોલીસને જોઈ દિનેશ નાશી છૂટતા શંકાનો સોય સીધી તેના તરફ ચીંધાઇ હતી.

 

બાદમાં શોધખોળ દરમ્યાન અંક્લેશ્વરમાંથીજ પોલીસે દિનેશને ઝડપી  કડક પુછતાછ કરતા આરોપીએ પત્નીના ચારિત્ર્યશંકાના કારણે વારંવાર તકરાર થતી હોવાનું જણાવ્યું હતું. ઘટના સમયે મહિલાના આડા સંબંધ હોવાના મુદ્દે દંપતી વચ્ચે તકરાર થઇ હતી. દિનેશે ઉશ્કેરાઈ જઈ પત્નીની ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. દમ તોડતી મહિલાએ બચવાના પ્રયાસ દરમ્યાન નખ મોં ઉપર વાગતા દિનેશને ઈજાઓ પહોંચી હતી.

[yop_poll id=1596]

A youth found murdered near Kotdasangani, Rajkot - Tv9

 

FB Comments

Ankit Modi

Read Previous

INDANE ગૅસના 67 લાખ ગ્રાહકોનું આધાર DATA થયું લીક, ક્યાંક તમારી વિગતોની પણ તો નથી થઈ ચોરી ?

Read Next

શહીદોના પરિવારોને મદદ કરવા માટે રાજકોટના ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો થયાં એક, પોતાનો એક મહિના પગારને કરશે શહીદોને અર્પણ!

WhatsApp chat