હેલ્મેટ ના પહેરવાના કિસ્સામાં આ રાજ્યની હાઈકોર્ટે સંભળાવ્યો મહત્ત્વનો ચુકાદો

હેલ્મેટને લઈને ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે. એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેરળ હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. આ આદેશમાં  હેલ્મેટ ન પહેર્યું હોય અને કોઈપણ વાહનચાલક વધારે સ્પીડમાં હોય તો તેની સામે કાર્યવાહી કરવી તે કહેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :  સારા ફિગર માટે અપનાવો સરળ પદ્ધતિઓ! જુઓ VIDEO

હેલ્મેટ પહેરવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે અમુક સમયે લોકો આ નિયમનું ઉલ્લંઘન કરતાં જોવા મળે છે. કેરળમાં એક કિસ્સાને લઈને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

READ  અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની થશે શરૂઆત, પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત

શું હતો મામલો?
કોર્ટમાં એવો કેસ સામે આવ્યો કે જેમાં એક યુવક પર પોલીસ અધિકારીને નુકસાન પહોંચાડવાનો આરોપ હતો. ઘટના એવી હતી કે પોલીસ અધિકારીએ ગતિથી આવતા એક યુવકને હેલ્મેટ ન પહેર્યું હોવાથી રોકાઈ જવા માટે સંકેત આપ્યો હતો. સ્પીડ વધારે હોવાથી યુવક બાઈક રોકી શક્યો ન હતો અને બાઈક પોલીસ અધિકારીને નુકસાન પહોંચાડીને એક કાર સાથે ટકરાઈ ગયું હતું.

READ  ZERO FIR શું હોય છે? જાણો કેવા ગુનાઓમાં પોલીસ નોંધે છે આ પ્રકારની FIR


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ કેસ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે આદેશ આપ્યો કે જ્યારે કોઈ ગતિમાં હોય ત્યારે પોલીસે તેનો પાછળ જવું ના જોઈએ. આવું કરવાથી ટ્રાફિકમાં અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. કોર્ટે કહ્યું કે અન્ય રીતે આવા નિયમભંગ કરનારા લોકોની સામે કાર્યવાહી કરવી જોઈએ. જેમાં વાહનની માહિતી વાયરલેસ સંદેશાની સાથે આગળ મેસેજ મોકલવો અને બાદમાં તેમને ઝડપીને કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું હતું.

READ  GUJARAT 20-20 : 9-12-2015 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ કોર્ટે કોઈ જ રીતે પોલીસને વાહનચાલકની પાછળ બાઈક દોડાવવા માટે મનાઈ ફરમાવી છે. આ બદલે અન્ય પગલાંઓ લેવા માટે કોર્ટે સૂચન કર્યું હતું. આ સિવાય નવા ટ્રાફિક નિયમનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે તેવી કાર્યવાહીનું પણ સૂચન કર્યું હતું.

 

 

Oops, something went wrong.
FB Comments