લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ હવે સતર્ક, આંતરરાજ્ય ચેક-પોસ્ટ પર 20 ટીમ કરી રહી છે ‘રાઉન્ડ ધ ક્લોક’ ચેકિંગ

લોકસભાની ચુંટણીને લઇને હવે આંતરરાજ્ય સરહદો પર પણ હવે પોલીસ સતેજ કરી દેવામાં આવી છે અને રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. અરવલ્લીની શામળાજી ચેકપોસ્ટ સહિત પોલીસની 20થી વધુ ટીમો આ માટે કાર્યરત કરી દેવામાં આવી છે.

લોકસભાની ચુંટણીને લઇને હવે આંતરરાજ્ય સરહદો પર પણ પોલીસ દ્રારા કડક સુરક્ષા હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશતા હાઇવે અને માર્ગો પર પણ હવે પોલીસ દ્રારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. અરવલ્લી અને સાબરકાંઠા એમ બંને જીલ્લાઓ રાજસ્થાન સરહદ સાથે જોડાયેલા છે અને જેને લઇને આ બંને જીલ્લાઓમાં પણ પોલીસ દ્રારા સતર્કતા વધુ તેજ બનાવી દેવામાં આવી છે. અરવલ્લીની શામળાજી ચેકપોસ્ટ પર પણ પોલીસ દ્રારા રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.
અરવલ્લી જીલ્લામાં આવેલી ચેકપોસ્ટો પર અને દીલ્હી મુંબઇ નેશનલ હાઇવે સહિતના સ્ટેટ હાઇવે પર 24 જેટલી ટીમોને બાજ નજર રાખવા ફરજ પર ગોઠવવામાં આવી છે. ઉત્તર ભારત તરફથી અને ખાસ કરીને રાજસ્થાન અને હરીયાણાથી વિદેશી શરાબને ગુજરાતમાં ઘુસાડાતો હોવાની સ્થિતીને ધ્યાનમાં રાખીને ચુંટણીને લઇને રાજકીય ઉમેદવારોને મદદ કરવા માટે વિદેશી શરાબ ઘુસાડવામાં ના આવે એ માટે પણ કડકપુર્વક વાહનો પર નજર રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.  આ ઉપરાંત ગેરકાયદેસર હથિયાર સહીત તમામ પ્રતિબંધીત ચીજો પણ ગુજરાતમાં હેરફેર ના કરાય અને ચુંટણીની પ્રક્રીયા દરમિયાન તેનો ઉપયોગ ના થાય તે બાબતને ધ્યાને રાખીને પોલીસે હવે ચોકસાઇ હાથ ધરી છે.
અરવલ્લી એસપી મયુર પાટીલે જણાવ્યુ હતુ કે લોકસભાની સામાન્ય ચુંટણીને ધ્યાને રાખીને અમે તમામ ચેકપોસ્ટ પર અને હાઇવે પર પણ ફ્લાઇંગ ટીમો ઉપરાંત નાકા પર પણ પોલીસ ની ટીમો લગાડી દેવાઇ છે અને રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ રાખવાની શરુઆત હાથ ધરી છે. વિદેશી શરાબ પણ ઘુસાડવાનો પ્રયાસ ના કરાય અને પ્રતિબંધીત ચીજો પણ ની હેરફેર ના કરાય એ માટે થઇને ચેકીંગ હાથ ધર્યુ છે. 
અરવલ્લી અને સાબરકાંઠા પોલીસ દ્રારા રાઉન્ડ ધ કલોક રીતે વાહનોની સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે અને આ માટે હવે ચેકપોસ્ટો પર પણ વાહનોની ચકાસણી કરવા ઉપરાંત શંકાસ્પદ વાહનોને પોલીસની ફ્લાઇંગ ટીમો પણ હાઇવે પર બાજ નજર દાખવશે અને ગેરકાયદે સર રીતે પ્રતિબંધીત ચીજોની હેરફેર હાથ ધરાતી હશે તો ઝડપી પાડવામાં આવશે. આમ ચુંટણી સુધી પોલીસ દ્રારા સઘનતા વધુ સતર્ક રાખવામાં આવશે અને જરુર મુજબ પોલીસની ટીમોમાં પણ વધારો કરીને ચોકસાઇ વધુ કરવામાં આવશે.
Oops, something went wrong.
FB Comments
READ  કોરોના સામે એકજૂટ થયો દેશ, લોકોએ દીપ પ્રગટાવી વધાવી PM મોદીની અપીલ