તેલંગાણામાં TRS ધારાસભ્યના ભાઈ દ્વારા વનવિભાગના મહિલા અધિકારી પર શેરડીના સાંઠાથી હુમલો

તેલંગાણામાં પોલીસ પર હુમલો કરતો એક ભંયકર વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક આતંકી તત્વો વનવિભાગના મહિલા અધિકારી અનિતા પર શેરડીના સાંઠાથી હુમલો કરી રહ્યા છે. કથિત રીતે હુમલાખોર લોકો તેલંગાણાની TRS પાર્ટીના સમર્થક હોવાનું સામે આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આસિફાબાદ જિલ્લાના સિરપુર કગાજનગરમાં શનિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલું હતો. આ દરમિયાન કેટલાક લોકોએ વનવિભાગ અને પોલીસ પર હુમલો કરી દીધો હતો. હુમલો કરનારા લોકોમાંથી એકની ઓળખ કરી લેવાઈ છે. જેનું નામ કોનેરૂ કુષ્ણા TRSના ધારાસભ્યનો ભાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ફોરેસ્ટ ગાર્ડ કેવી રીતે બની શકાય? જાણો પરીક્ષાથી લઈને ભરતી સુધીની તમામ વિગતો

વનવિભાગની ટીમ રાજ્યસરકારના આદેશ પછી જ આ વિસ્તારમાં વૃક્ષારોપણ માટે પહોંચી હતી. વૃક્ષારોપણનો કાર્યક્રમ કાલેશ્વરમ ઈરિગેશન પ્રોઝેક્ટ હેઠળ ચલાવવામાં આવી રહ્યો હતો. જે CM ચંદ્રશેખર રાવનું બીજુ મોટું સપનું છે. મહિલા અધિકારીએ જણાવ્યું કે, તે સરકારના આદેશનું પાલન કરી રહ્યા હોવાનું લોકોને જણાવી રહ્યા હતા. પરંતુ ભીડમાં કોઈએ તેમની વાત સાંભળી નહીં અને હુમલો કરી દેવાયો હતો.

READ  આ રાજ્યએ લોકડાઉનની સમયમર્યાદા વધારી, 17મેના રોજ નહીં ખુલે લોકડાઉન

[yop_poll id=”1″]

FB Comments