નિત્યાનંદ ક્યાં છે? કર્ણાટક હાઈકોર્ટની સામે પોલીસે આપ્યો કંઈક આવો જવાબ

-police-to-karnataka-high-court-nithyananda-on-a-spiritual-tour

બળાત્કાર અને અપહરણના મામલે પોલીસ નિત્યાનંદને શોધી રહી છે જ્યારે તે દેશ છોડીને ભાગી ગયો છે. કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી અને તેમાં દલીલ કરવામાં આવી કે નિત્યાનંદની જમાનત રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે 2010માં નિત્યાનંદની સામે કર્ણાટકમાં બળાત્કાર અને અપહરણનો મામલો નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મ્યાનમારમાં આંતકી સંગઠનોને ચીન મદદ કરતુ હોવાનો મ્યાનમારના સેનાઅધ્યક્ષનો આક્ષેપ

આ પણ વાંચો :  કોરોના વાઈરસનો ઈલાજ આ દેશમાં શોધાયો, 48 કલાકમાં દર્દીઓના ઠીક થવાનો દાવો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે હાઈકોર્ટે કર્ણાટક પોલીસને પૂછ્યું કે કથિત ધર્મગુરુ નિત્યાનંદ ક્યાં છે તો તેનો પોલીસે જવાબ આપ્યો કે નિત્યાનંદ હાલ આધ્યાત્મિક પ્રવાસ પર છે. કોર્ટે આ અરજી પર સુનાવણી કરતાં કર્ણાટક પોલીસને નોટિસ ફટકારી છે. કર્ણાટકમાં આ કેસ ડીએસપી બલરાજ સંભાળી રહ્યાં છે. તેઓએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.

READ  નિત્યાનંદ આશ્રમ વિવાદ: અમદાવાદના હાથીજણમાં આવેલી DPSની માન્યતા રદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલીસના તપાસ અધિકારીએ કોર્ટમાં કહ્યું કે નિત્યાનંદને નોટિસ આપવામાં આવી નથી કારણ કે તે પોતાના બિદાડી આશ્રમમાં હાજર નથી. આ માટે પોલીસ તેની સહયોગી કુમારી અર્ચનાનંદાને નોટિસ આપી રહી છે. આમ કર્ણાટક પોલીસે નિત્યાનંદને આધ્યાત્મિક યાત્રા પર પોલીસ રેકોર્ડમાં દર્શાવી દીધા છે.

READ  VIDEO: અમદાવાદમાં DPS સ્કુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર

 

Oops, something went wrong.
FB Comments