૩૧મી ડિસેમ્બરે દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા DGP શિવાનંદ ઝાએ કર્યા કડક આદેશ

31st new year party
31st new year party

31મી ડિસેમ્બરે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે ઉચ્ચ પોલીસ અમલદારો દ્વારા પોતાના તાબાના અધિકારીઓ કર્મચારીઓ ને સૂચનાઓ આપવામાં આવતી હોય છે પરંતુ આજે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ચાર મહાનગરના પોલીસ કમિશનરોને કંઈક અલગજ પ્રકારની સૂચના આપી.

Gujarat DGP Shivanand Jha
Gujarat DGP Shivanand Jha

31મી ડિસેમ્બરે જાહેર કે ગુપ્ત સ્થળોએ પાર્ટીની આડમાં મોટા પ્રમાણમાં દારૂની મહેફિલોનું આયોજન થતું હોય છે અને ઘણી ખરી પાર્ટીઓ તો પોલીસની મંજૂરી લીધા વિનાજ યોજાઈ જતી હોય છે. આવું ન બને તે માટે રાજ્ય સરકારથી લઈને પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પોતાના તાબાના અધિકારીઓને વિવિધ પગલાં લેવા કડક સૂચનાઓ આપવામાં આવતી હોય છે. આવીજ સૂચનાઓ રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા આપવામાં આવી સાથેજ નાગરિકોની સુરક્ષાના નામ પર બિનજરૂરી હેરાનગતિ ન થાય તે પ્રકારે કાળજીપૂર્વક કામગીરી થાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે પણ સૂચના આપી.

READ  કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO

31st new year party

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદના પો.કમિશનર એ કે સિંહ,વડોદરા ના પો.કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત પોલીસ કમિશનર સતીષ શર્મા,અને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે ટેલિફોન પર વાતચીત કરી 31 મી ડિસેમ્બરને અનુલક્ષીને ક્યાં પ્રકારના પગલાં લેવામાં આવ્યા શુ કાર્યવાહી કરી અને 31મી ડિસેમ્બરની રાત્રે ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેની વિગતો માંગી.

READ  મહારાષ્ટ્રના જલગાંવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કલમ 370ને મુદ્દે PM મોદીનો વિરોધીઓને ખુલ્લો પડકાર

Police patrolling

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ચારેય પોલીસ કમિશ્નરો ને સૂચના આપવામાં આવી કે ઘણી વખત પોલીસ દ્વારા ચેકીંગના નામે નિર્દોષ લોકોને હેરાનગતિ થતી હોવાની પણ ફરિયાદો ઉઠતી હોય છે જેથી આવી ફરિયાદો સામે ના આવે તેની તકેદારી રાખવી,પરંતુ દારૂબંધીના કાયદાનો કોઈ પણ ભંગ કરે તો કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તાબાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.ફટાકડા ફોડવા માટે સુપ્રીમકોર્ટની જે સમયબંધી છે તેનો પણ કડક અમલ કરાવવા પણ સૂચના આપી દેવામાં આવી છે.

READ  સુરત: 12 વર્ષની વિદ્યાર્થીનીએ શિક્ષકના માર મારવાના ડરથી આપઘાત કર્યો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=388]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments