રાજકોટમાં GRDના જવાનની ગેરવર્તણૂકનો વાયરલ VIDEO કેસમાં કાયમ માટે ફરજમુક્ત કર્યો

રાજકોટમાં પોલીસ જવાનના ગેરવર્તણૂકના વાયરલ વીડિયો કેસમાં આખરે કાર્યવાહી કરાઈ છે. અને રાજકોટ એસપીએ પોલીસ જવાનને કાયમ માટે ફરજમુક્ત કરી દીધો છે. ગેરવર્તન કરનારો જવાન રાજકોટ રૂરલ GRDમાં ફરજ બજાવતો હતો. ગેરવર્તન કરનારા જવાનનું નામ દેવજી સોલંકી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા પંથકના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની વિરુદ્ધ રાહુલ ગાંધીની હાર બાદ કોંગ્રેસે આ લોકોને ખાસ કામ માટે અમેઠી મોકલ્યા

 

ઘટના એમ છે કે ગઇકાલે કેકેવી રોડ પર ભરટ્રાફિકમાં પોલીસનો જવાન રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો. આવા સમયે સામેથી આવી રહેલા કારચાલકે તેને ટોક્યો તો સત્તાના નશામાં મદમસ્ત પોલીસ જવાનનો પિત્તો ગયો. અને બેફામ અપશબ્દો કહ્યા. પોલીસના જવાને નાગરિકને ધમકી પણ આપી હતી. પોલીસ કાયદાનું પાલન કરાવે છે. કાયદાની રક્ષા કરે છે અને જ્યારે કાયદો કોઈ તોડે તો તેને કાયદાનું ભાન પણ કરાવે છે પરંતુ રાજકોટમાં તો પોલીસના જવાને જ કાયદાના લીરેલીરે ઉડાવ્યા.

READ  જાણો અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારના PIને કેમ કરાયા સસ્પેન્ડ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments