Whatsappના કારણે Political પાર્ટીસમાં ટેન્શનનો માહોલ, જરા વારમાં કોઈને પણ કરી દેશે બ્લૉક

સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પહેલા કરતા વધુ સ્ટ્રીક્ટ થઈ ગયા છે. ખાસ કરીને Whatsapp જે રીતે પોતાના નિયમો કડક કરી રહ્યું છે તે જોતાં પોલિટિકલ પાર્ટીસ ચિંતામાં આવી ગઈ છે.

2014 લોકસભા ચૂંટણી સમયથી રાજકારણમાં સોશિયલ મીડિયાનું વિશેષ મહત્ત્વ થઈ રહ્યું છે. એટલે સુધી કે લોકો કહેતા હતા કે 2014ની લોકસભા ચૂંટણી તો ઈન્ટરનેટના માધ્યમથી જ જાણે લડાઈ હતી. અને તેમાં પણ Whatsappએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. પરંતુ હવે આ લોકસભા ચૂંટણી પહેલા Whatsappએ પોતાની ચાલ બદલતા વિવિધ પાર્ટી ટેન્શનમાં મૂકાઈ છે.

કોઈ પણ ખોટા મેસેજને ફટાફટ ફેલાતો રોકવા માટે અને તેના કારણે થતી હિંસાને રોકવા માટે Whatsappએ એક મેસેજને ફોરવર્ડ કરવાની લિમિટ 5 સુધી કરી દીધી છે. તેનાથી ફોરવર્ડની સંખ્યા તો ઓછી થઈ ગઈ છે પરંતુ તેની સીધી અસર પડશે પોલિટિકલ પાર્ટીની કેમ્પેઈનિંગ સ્ટ્રેટેજી પર. કારણ કે તે લોકો પણ હવે એક અકાઉન્ટથી એક મેસેજને માત્ર પાંચ લોકોને જ ફોરવર્ડ કરી શકશે.

READ  રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી લેવા માટે આ પૂર્વ મંત્રી તૈયાર!

Whatsappના અધિકારીઓના કહેવા પ્રમાણે તેમની પાસે ‘Best in class spam Detection Technology’ છે જેનો ઉપયોગ તેઓ કોઈ પણ શંકાસ્પદ અકાઉન્ટ, જેનાથી ન જોઈતા ઓટોમેટેડ મેસેજ મોકલવામાં આવતા હોય, તેને પણ ટ્રેક કરીને બ્લોક કરી શકાય છે.

છેલ્લા દસેક દિવસોમાં જ Whatsapp 1,30,000થી વધુ અકાઉન્ટ્સ બ્લૉક કરી ચૂક્યા છે.

ચૂંટણીનો સમય આવતા જ સોશિયલ મીડિયામાં હેટ મેસેજનું જાણે પૂર આવી જાય છે. એવામાં જો કોઈ હિંસા ભડકાવતા મેસેજ ફેલાવતું પકડાઈ ગયું તો IPCની કલમ 505 હેઠળ 3 વર્ષની જેલ પણ થઈ શકે છે.

READ  WhatsAppમાં આ મોટો ફેરફાર કરવાની માંગણી કરી રહી છે સરકાર

Whatsapp PhotoDNAનો ઉપયોગ કરીને પૉર્ન મેસેજના પણ આદાન-પ્રદાન પર રોક લગાવી શકાય છે.

સિક્યોરિટીના સંદર્ભે જોઈએ તો, ખૂલ ટૂંક સમયમાં Whatsapp પર Face ID અને PIN લૉકની સુવિધા આવવાની છે.

જોકે પોલિટિકલ પાર્ટીસ કોઈ ને કોઈ રીતે તો પ્રચારનો રસ્તો શોધી જ નાખશે. બની શકે કે જ્યાં પહેલા હજારો સિમ કાર્ડની કામ ચાલતું હતું ત્યાં હવે કરોડો સિમ કાર્ડનો વપરાશ કરશે. એવું પણ સંભળાય છે કે કેટલીક પાર્ટીસ તો દરેક રાજ્યમાં કૉલ સેન્ટર ખોલીને પ્રચાર કરશે.

READ  આટલાં સ્ટેપ્સમાં બની જશે WhatsApp માં તમારા જ 'ઇમેજનું સ્ટીકર'

જોકે, ટેક્નોલોજી અને રાજકીય પાર્ટીસ તો પોતપોતાનું કામ કરતી જ રહેશે. પરંતુ આપણે પણ આવા સમયે ધ્યાન રાખીએ કે કોઈ હેટ મેસેજ ન ફેલાવીએ અને જો કોઈ તમને આવો મેસેજ મોકલે તો તે પ્રોફાઈલ કે ગ્રુપને તરત Whatsappમાં રીપોર્ટ કરીએ.

[yop_poll id=658]

UP man reunites with family, all credit goes to Ahmedabad Police | Tv9

FB Comments