રાજ્યસભાની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિનું ગુજરાતમાં બની રહ્યું છે પ્લેટફોર્મ!

Politics heats up in Gujarat ahead of Rajya Sabha elections! rajya sabha election pehla todjod ni rajneeti nu gujarat ma bani rahyu che platform

કેન્દ્રીય ચૂંટણી કમિશન દ્વારા રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં હાલ 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 13 માર્ચ  ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, જો કે ભાજપ અને કોંગેસે અત્યારથી જ વાકયુદ્ધ શરૂ કરી દીધુ છે. બંને પક્ષો હાલમાં તો વિપક્ષના MLA પોતાની સાથે હોવાનો દાવો કરતા જોવા મળી રહ્યા છે. રાજ્યસભા માટે મતદાન ભલે 26 માર્ચે થવાનું હોય પણ રાજ્યસભાનો જંગ અત્યારથી જ શરૂ થઈ ચૂક્યો છે.

 

ભાજપ પાસે હાલ 3 બેઠકો છે, જેને જાળવવા માટે તોડજોડની રાજનીતિ થશે તે નિશ્ચિત છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુ એકવાર કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવવા આમંત્રણ આપવાની સાથે કોંગ્રેસના ધારાસભ્ય મોદી સરકારથી પ્રભાવિત હોવાનો દાવો કર્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્વીટ કરી કોંગ્રેસમાં એકતા હોવાનું અને 2 બેઠક કોંગ્રેસ જ જીતશે એવો આત્મ વિશ્વાસ પ્રગટ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં વરસાદે છેલ્લાં 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો, સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસ્યો

વિધાનસભા ગૃહથી માંડી રાજકીય પક્ષોની ઓફિસ સુધી તેમજ જાહેર કાર્યક્રમોમાં આજકાલ રાજયસભાની ચૂંટણીની જોર શોરથી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ ચર્ચા ઉમેદવાર કોણ હશે એની નથી, પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષો વિરોધી દળના કેટલા MLA પોતાના સંપર્કમાં છે એની છે. એટલે કે વાત જોડતોડની રાજનીતિ  પર હાલમાં ચાલી રહી છે.

Image result for pradipsinh jadeja and jitu vaghani

વિવાદનો મધપુ઼ડો ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના વિધાનસભામાં આપેલા નિવેદનથી છેડાયો. જેમાં તેમણે  કોંગ્રેસના નેતાઓ ભાજપના સંપર્કમાં હોવાની વાત કરી હતી અને ફરી વાર ત્રણેય બેઠક પર ભાજપની જીતની પણ વાત કરી હતી તો આ વાતને સમર્થન આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પાર્ટીનું મન તમામ માટે ખુલ્લુ હોવાની વાત કરી હતી. તેમને કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો પોતાના મતવિસ્તારના વિકાસ માટે ભાજપ સાથે જોડાઈ શકે છે. સાથે જ પીએમના કામથી પણ પ્રભાવિત છે જે ભાજપમાં માનતા હોય અમે તેમનું સ્વાગત કરવા તૈયાર છીએ. માત્ર ચૂંટણી સમયે નહીં પરંતુ હંમેશા સમાજના સારી વિચારધારાના લોકોને પોતાની સાથે જોડે છે.

READ  સુરત: રહીશો અને ફેરિયાઓ વચ્ચે મારામારી! સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે પેટા ચૂંટણીમાં પરિણામો બાદ કોંગ્રેસમાં પણ પ્રાણ ફૂંકાયા છે, તેમજ સતત કોંગેસમાંથી ભાજપમાં આવનાર નેતાઓની કારમી હારે કોંગ્રેસને પણ એકજૂથ કરી દીઘી છે. જેના કારણે કોંગેસના યુવા MLA દ્વારા પણ ભાજપના જ MLA કોંગેસના સંપર્ક ના હોવાની વાત વહેતી કરવામાં આવી છે. જેના કારણે રાજકીય વિવાદ છેડાયો છે, થરાદના MLA ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે કોંગ્રેસ અને અપક્ષના થઈને સંખ્યાબળ પુરુ છે. ભાજપના ધારાસભ્યો નારાજ છે, હંમેશા કોંગ્રેસમાંથી ભાજપમાં જતા લોકોને મહત્વ આપવામાં આવે છે ભાજપના નેતાઓને માત્ર જાજમ પાથરવા રાખ્યા છે, એવી તેમની લાગણી છે જેના કારણે ભાજપના MLA કોંગ્રેસમાં આવશે.

READ  જામનગરમાં પતિએ પત્નીને જાહેરમાં માર્યો માર, VIDEO થયો વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં ખાલી પડેલી 4 બેઠકોમાંથી 3 બેઠકો ભાજપ પાસે છે, જ્યારે એક બેઠક કોંગ્રેસ પાસે છે જો કે હાલમાં ગુજરાત વિધાનસભાના ભાજપનું સંખ્યા બળ ઓછુ થયું છે. જેના કારણે માત્ર 2 જ બેઠકો ભાજપ પાસે આવે, જયારે એક બેઠક ગુમાવવાનો વારો આવે તો બીજી તરફ કોંગેસના ખાતામાં વધુ એક બેઠકનો ઉમેરો થાય અને આ જ કારણે નેતાઓ દ્વારા વાકયુધ્ધ શરૂ થઈ ગયુ છે. જો કે હાલમાં નેતાઓની નિવેદન બાજીના કારણે ફરી એકવાર રાજ્યસભાની ચૂંટણીમાં તોડજોડ થાય તો નવાઈ નહીં.

 

આ પણ વાંચો: IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડની ટીમ 235 રન પર ઓલઆઉટ, ભારત 7 રનથી આગળ

 

Oops, something went wrong.
FB Comments