રસ્તા પર વનરાજને હુમલાખોર થતાં તમે કયારેય ન જોયો હોય, જુઓ EXCLUSIVE વીડિયો

તાજેતરમાં ભલે ચર્ચા વાઘની થઈ રહી હોય પરંતુ ગુજરાતના સિંહની પણ ભૂલવા ન જોઇએ. હાલમાં પોરબંદરના માધવપુર ગામે સિંહ દ્વારા ગ્રામજનો પર હુમલો કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહે આધેડ પર હુમલો કરતા આધેડ ઇજાગ્રસ્ત થયા છે. જે પછી સિંહને પકડી પાડવા વનવિભાગની ટીમ માધુપુરમાં પહોંચી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયોમાં કેદ થઈ છે. જેમાં આધેડ જીવ બચાવી ભાગવા જતાં વનરાજાએ આધેડને બચકા ભર્યા હોવાની આધેડની ફરિયાદ ત્રણ દિવસ પહેલા પણ માધવપુરમાં એક આધેડ મહિલા પર વન્ય પ્રાણીએ જીવલેણ હુમલો કર્યો હતો.

તાજેતરમાં સિંહ હુમલાના ઘણાં મામલા સામે આવ્યા છે. જેમાં સિંહો દ્વારા લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે.

 

FB Comments

Hits: 1024

Comments are closed, but trackbacks and pingbacks are open.