પોરબંદરમાં કોસ્ટગાર્ડે 200 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી, જુઓ આ VIDEO

ગુજરાત કોસ્ટગાર્ડને મોટી સફળતા હાથ લાગી છે. પોરબંદરમાં કોસ્ટગાર્ડે 200 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. કોસ્ટગાર્ડની ટીમને બે દિવસ પહેલા જ NTRO અને DRIએ આ અંગે માહિતી આપી હતી. જેના આધારે ગુજરાત કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટને ઝડપી પાડવાનું ઓપરેશન પાર પાડ્યું છે. કોસ્ટગાર્ડે પાકિસ્તાનની અલ મદીના નામની બોટ સાથે 13 લોકોની ધરપકડ કરી છે. કુલ 600 કરોડનું હેરોઈન જપ્ત કર્યું છે.

READ  ગુજરાત સરકારમાં કયો વિભાગ છે સૌથી વધુ ભષ્ટ્ર? ACBએ કર્યો મોટો ખુલાસો, જુઓ VIDEO

આ પણ વાંચો: આ 4 સ્ટેપ્સ ફોલો કરે અને તમારું આધારકાર્ડ થઈ જશે સુરક્ષિત, કોઈપણ તમારી મંજૂરી વગર નહીં કરી શકે છેડછાડ

ધરપકડ કરાયેલા 13 શખ્સોમાંથી 6 પાકિસ્તાની તેમજ 7 ભારતીય હોવાનું સામે આવ્યુ છે. તેમજ પુછપરછ દરમિયાન અલમદીના બોટ પાકિસ્તાનના કરાંચીથી ઉપડી હતી તેવુ જાણવા મળ્યું છે. આ બોટને પોરબંદરના જખૌ નજીકના દરિયામાંથી કોસ્ટગાર્ડે ઝડપી પાડી છે. હાલ તો કોસ્ટગાર્ડ દ્વારા બોટમાં સવાર તમામ લોકોની પુછપરછની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 

FB Comments