ટ્રાફિકના નવા નિયમ બાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આ કારના માલિકને ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

Porsche driver fined Rs 9 lakh for flouting HSRP rule and not having proper documents, Ahmedabad

નવા મોટર વ્હીકલ એક્ટ અને નવા ટ્રાફિક દંડ બાદ ભારતમાં સૌથી વધુ દંડની રકમ સાથેનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે બે કરોડની કિંમત લક્ઝુરિયસ કાર ડિટેઇન કરી હતી. જેના માલિકને 9 લાખ 80 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચોઃ FASTag લગાવવાને લઈને સરકારે વાહનચાલકોને આપી રાહત, નોંધી લો નવી તારીખ

શહેરમાં ટ્રાફિક પોલીસે લકઝુરીયસ કાર પર તવાઇ બોલાવી છે. ટ્રાફિક પાલન ન કરનારા માલિકોની લક્ઝુરિયસ કાર એક પછી એક ડિટેઇન કરવામાં આવી રહી છે. ટ્રાફિક ડ્રાઇવમાં લક્ઝુરિયસ કાર પોર્શ 911 મોડલની કારની કિંમત 2.18 કરોડ છે. 27 નવેમ્બરે જરૂરી કાગળ અને નંબર પ્લેટ ન હોવાથી આ કાર ટ્રાફિક પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પરથી ડિટેઈન કરાઈ હતી અને આરટીઓ મેમો આપવામાં આવ્યો હતો. જે આશરે 9.80 લાખનો દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, કારના કાગળ વેલીડ નથી. તેમજ કારની આગળ પાછળ નંબર પ્લેટ નથી. આ કલમ લગાવીને દંડ વસૂલ કર્યો હતો.અને આ કાર ચાલકને અત્યાર સુધીનો ભારતમાં સૌથી વધુ દંડ ફટકાર્યો હોવાનો પ્રથમ કિસ્સો હશે.

READ  PM મોદીના બંંદોબસ્તમાં આપઘાત કરનારા PSIનો VIDEO આવ્યો સામે

ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ ડ્રાઇવ આયોજન કરી ટ્રાફિક પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં ટ્રાફિક પાલન ન કરનાર લક્ઝુરિયસ કારના માલિક સામે લાલઆંખ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા એક મહિનામાં 10થી વધુ લક્ઝુરિયસ કાર ડિટેઇન કરી આરટીઓ મેમો આપવામાં આવ્યા છે. જેમાં સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવી રહ્યા છે. જો કે ટ્રાફિક પોલીસે અગાઉ મર્સિડીઝ, રેંજ રોવર તેમજ ફોર્ચ્યુનર જેવી મોંઘી અને વૈભવી કારને ડિટેઈન કરી હતી. પોલીસે આ કાર્યવાહીની માહિતી તેના ટ્વિટર તેમજ ફેસબુક પર એકાઉન્ટ પર આપી હતી.

READ  ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

FB Comments