6 મહિના બાદ ખુલ્યા કેદારનાથ મંદિરના દ્વાર, યાત્રાળુઓ માટે રહેવા, જમવા અને અવર-જવર કરવા માટે કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા

હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં સ્થિત પવિત્ર કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા છે. ભગવાનના દ્વાર ખુલતા જ ભગવાનનો રૂદ્રાભિષેક થયો અને ત્યારબાદ આરતી થઈ હતી.

6મેના રોજ કપાટ ખોલવાની પ્રક્રિયા અંતર્ગત શીતકાલીન ગાદી સ્થળથી ભગવાન કેદારનાથની પંચમુખી મૂર્તિને ફરીથી મુખ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. ભગવાન કેદરનાથની એક ઝલક જોવા માટે વહેલી સવારથી લાઈનો લાગી હતી. હિંદુઓના પવિત્ર યાત્રાધામ કેદારનાથના કપાટ 6 મહિના સુધી ખુલ્લા રહેશે.

 

READ  લાંચ કેસમાં ભાગેડુને મદદ કરનારા પણ જશે જેલમાં, ગુજરાત ACBની કડક કાર્યવાહી

કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે. ઉખામીટના ઓમકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ મુજબ મુહૂર્ત નક્કી કરે છે
તો કેદરનાથ ધામની યાત્રાને લઈને તંત્ર પણ સજ્જ થઈ ગયુ છે. દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે.

યાત્રિકો રહી શકે તે માટે યાત્રા માર્ગમાં 300થી વધુ ટેન્ટ ઉભા કરાયા છે અને 6000 લોકોના રોકાણની વ્યવસ્થા કરાવામાં આવી છે. યાત્રાળુઓની અવર-જવર કરવા માટે 2000 ઘોડા, ખચ્ચર અને 50 પાલખી પણ ઉપલબ્ધ છે.

READ  જાણો કેદારનાથની એ ગુફા વિશે જ્યાં ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

10 સ્થળોએ કેમ્પની વ્યવસ્થા પણ છે. તેમજ વીજળી, પાણી અને ટેલિફોનની સુવિધાઓ પણ શરૂ કરાવામાં આવી છે. કેદારનાથ યાત્રા પગપાળા માર્ગનાં 4 સ્થળોએ 20 ફૂટથી વધુ બરફ કાપવાથી હિમસ્ખલનનું જોખમ છે તેથી સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરવામાં આવી છે.

 

Oops, something went wrong.
FB Comments