પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ બાયડમાં કોંગ્રેસને જનતાનો સાથ, રાજા સાથે વજીરની પણ મહાત

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી બાદ પેટાચૂંટણીમાં પણ બાયડ બેઠક પર જનતાએ કોંગ્રેસના હાથનો સાથ સ્વીકાર્યો છે. અને ફરી એક વખત ભાજપને બાયડ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. આમ તો, આ બેઠક વર્ષોથી કોંગ્રેસ શાસિત છે. એમાં પણ ગુજરાતમાં પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો આ બેઠક પર દબદબો રહ્યો છે. બાયડ બેઠક પર વર્ષ 1995 બાદ તમામ વિધાનસભા ચૂંટણીમાં 3 વખત ભાજપને મહોર માર્યા બાદ સ્થાનિક જનતા કોંગ્રેસ પક્ષને મેન્ડેટ આપતી હોય તેવો ઈતિહાસ જોવા મળ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષની વયે નિધન, ગુજરાતના 13માં CM બન્યા હતા

વર્ષ 1995, 1998 તથા 2007માં ભાજપના ધારાસભ્ય વિધાનસભા સુધી પહોંચ્યા છે. જો કે વર્ષ 2012 તથા વર્ષ 2017માં કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં નેતાગીરી કરી છે. જો કે વર્ષ 2012માં ચૂંટાયેલા મેહન્દ્રસિંહ વાઘેલાએ અંગત મહેચ્છાથી કોંગ્રેસને રામરામ કર્યા હતા. અને વર્ષ 2017માં ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા બંને સભ્યોએ અંગત મહેચ્છાને કારણે પક્ષપલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાતા મધ્યસ્થ ચૂંટણી યોજાઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Top News Stories From Gujarat : 19-02-2018 - Tv9 Gujarati

 

 

જો કે આ વખતે ભાજપે આ બેઠક પર જીત મેળવવા એવા ચહેરાને મેદાને ઉતાર્યો હતો. જેને પ્રજાએ વર્ષ 2017માં સ્વીકૃતિ આપી હતી. ભાજપને પૂરો ભરોસો હતો કે, કોંગ્રેસની જેમ ભાજપ પણ ધવલસિંહને ચૂંટણીમાં મેદાનમાં ઉતારી સફળતા મેળવશે. અને કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપનો ભગવો લહેરાવવામાં સફળતા મળશે. જો કે મતદારોને ભાજપ અને ધવલસિંહ ઝાલાના અરમાનો પર પાણી ફેરવી દીધું હતું. ફરી એક વાર સાબિત કરી દીધું કે, પ્રજા દલબદલું નેતાઓ સાથે નથી. અને પ્રજાના સાચા અર્થમાં કામ કરવા માટે પક્ષ બદલવાની જરૂર નથી. આ સાથે જ કોઈ એક જ જાતિના વોટબેંકને ધ્યાનમાં રાખીને ચૂંટણી જીતી શકાતી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાધનપુરની જેમ બાયડમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો અને રાજકારણની શતરંજમાં અનેક અરમાનો અને વ્યક્તિગત સ્વાર્થ સાથે પક્ષ પલટો કરનાર રાજા સાથે વજીરની પણ હાર થઈ.

આ છે ચૂંટણી મેદાનમાં ભાજપની હારના કારણો

આમ તો બાયડ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ શરૂઆતથી જોવા મળ્યો હતો. કોંગ્રેસ અને ભાજપે એડીચોટીનું જોર લગાવી જ રહ્યું હતું પરંતુ આ બંને પક્ષોને અસર કરી શકે તેવું એનસીપી પણ મેદાનમાં હતું. શંકરસિંહ વાઘેલા તથા તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના સમર્થક એવા દોલતજી ઝાલા NCPમાંથી મેદાનમાં હતા. જેના કારણે ઠાકોર વોટ બેંક 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી.

READ  Satellite gangrape victim reaches Metro court, her statement to be recorded according to CRPC 164

2 ધવલસિંહ ઝાલાને પેરાશૂટ ઉમેદવાર બનાવવાનો ભાજપ નેતૃત્વનો નિર્ણય સ્થાનિક કાર્યકર્તાઓને સ્વીકાર્ય ન હતો. વર્ષ 2017માં ધવલસિંહ ઝાલા સામે ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણ ધવલસિંહનું નામ જાહેર થતાની સાથે પક્ષ વિરોધનો સૂર પુરાવ્યો હતો. અને પક્ષ વિરોધ પ્રવુતિ શરૂ કરી હતી.

3. સ્થાનિક કાર્યકર્તાઓ ધવલસિંહ ઝાલાના પ્રચારથી અળગા રહ્યા હતા!

4. ચૂંટણી સમયે ધવલજી દ્વારા ‘ઠાકોરો એક થાઓ’ એવા મેસેજ પત્રિકા ફરતી કરવામાં આવી..જે બુમરૅગ થઈ અને અન્ય સમાજમાં લોકો ધવલજી સિંહથી નારાજ થયા.

5. બાયડ વિધાનસભા બેઠક પર આમ તો ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ વધારે રહ્યું છે. જેથી આ સમાજના ઉમેદવારને મત આપે એ ન વિધાનસભા સુધી પહોંચે છે. આ જ કારણથી બાયડની કમાન ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી હતી. અને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ભાજપના સ્થાનિક સંગઠન પર ભરોસો મુક્યો જે ખોટો સાબિત થયો.

6. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સ્થાનિક સમીકરણો સમજવામાં થાપ ખાધી!

6. NCPના ઉમેદવાર પર ચૂંટણી સમયે થયેલા દરોડાની કાર્યવાહીનો MSG જનમાનસ પર નકારાત્મક થયો.

7. ધવલજી ઝાલાને પક્ષપલટુનું ટેગ નડયું

READ  અરવલ્લી: યુવતીના અપમૃત્યુ કેસમાં 3 આરોપીએ પોલીસ સમક્ષ કર્યુ સરેન્ડર, એક આરોપી હજુ પણ ફરાર

શું છે કોંગ્રેસની જીતના કારણો?

1. કોંગ્રેસે સ્થાનિક પાટીદાર ચહેરા તરીકે જશુ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો. જેના કારણે ઠાકોર vs પાટીદારનો જંગ થયો અને સવર્ણ વોટબેંક કોંગ્રેસ તરફ ડાયવર્ટ થઈ

2. જશુ પટેલના પિતા શિવા પટેલ કોંગ્રેસ સ્થાનિક આગેવાન અને MSG રહી ચૂક્યા છે. તેમની શાખ અને બહોળા સમાજનો ફાયદો મળ્યો.

3. ધવલજીના અઢી વર્ષ દરમિયાન બાયડ વિધાનસભામાં થયેલી નબળી કામગીરીનો ચૂંટણી પ્રચારમાં સતત ઉલ્લેખ કરવામાં આવ્યો

4. ધવલજી આયાતી ઉમેદવાર હોવાનો પણ પ્રચારમાં ઉલ્લેખ કર્યો

5. પક્ષ પલટો પ્રજા માટે નહીં પરંતુ અંગત સ્વાર્થ માટે કર્યો હોવાનો મુદ્દો પ્રજાએ સ્વીકાર્યો

6. જશુ પટેલના પરિવારના તમામ સભ્યો નામની જાહેરાત થઈ ત્યારથી એકમત થઈને લડવા માટે નહીં જીતવા માટે ચૂંટણી મેદાનમાં રહ્યા હતા.

7. સ્થાનિક આગેવાનો ભાજપથી નારાજ લોકોને સાથે લઈને ચાલ્યા હતા.

આમ તો હાર અને જીત એક સિક્કાની 2 બાજુઓ છે. પરતું આ બેઠકના પરિણામોએ એટલું ચોક્કસ સાબિત કર્યું કે, માત્ર કમળના નામથી કોઈ પણ ઉમેદવારની જીત કાયમ શક્ય નથી અને કોંગ્રેસમાં તમામ જગ્યા પર ગાબડા જ છે કે, સમાજમાં સ્વીકૃતિ નથી એ માનવાને કોઈ અર્થ નથી. તો પ્રજા પણ પોતાની પક્ષથી પર જઈને પોતાની માટે યોગ્ય નેતાની પસંદગી કરે છે.

FB Comments