પ્રિયંકા ગાંધી વાડ્રા બાદ હવે રૉબર્ટ વાડ્રા પણ કરી રહ્યાં છે રાજકારણમાં એન્ટ્રી! આ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઉઠી માગ

પ્રિયંકા ગાંધી વાડ્રાની જ્યારથી સક્રિય રાજકારણમાં એન્ટ્રી થઈ છે ત્યારથી તેઓ સતત ચર્ચામાં છે પરંતુ હવે પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રા પણ રાજકારણમાં પ્રવેશે તેવી અટકળો ચાલી રહી છે.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં લાગેલા પોસ્ટરમાં રોબર્ટ વાડ્રાને ચૂંટણી લડવાની અપીલ કરવામાં આવી છે. યુવક કોંગ્રેસ તરફથી આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પણ ફોટો છે.

પોતાની ફેસબૂક પોસ્ટના માધ્યમથી રોબર્ટ રાજકારણમાં પ્રવેશવાના સંકેત પણ આપી ચૂક્યા છે. કોંગ્રેસે હાલ તો વાડ્રાના રાજકારણમાં પ્રવેશની શક્યતાને નકારી દીધી છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બાદ શું હવે તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ રાજકારણના મેદાનમાં ઝંપલાવશે? આ સવાલ હાલ ચારેય તરફ ગૂંજી રહ્યો છે. અને હવે તેને લગતા સંકેતો પણ મળવા લાદ્યા છે. પહેલા તો ખુદ રોબર્ટે જ પોતાની ફેસબૂક પોસ્ટના માધ્યમથી ઈશારો કર્યો હતો કે તેઓ રાજકારણમાં જોડાવવાની ઈચ્છા ધરાવે છે અને હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેમને ચૂંટણી લડવાની અપીલ કરી છે.

મુરાદાબાદ યુવક કોંગ્રેસ તરફથી આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં લખ્યું છે,

“રોબર્ટ વાડ્રાજી મુરાદાબાદ સંસદીય સીટ પરથી ચૂંટણી લડવા માટે આપનું સ્વાગત છે.”

આ પોસ્ટરમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ ચીફ રાહુલ ગાંધીના પણ ફોટોઝ લાગ્યા છે. જોકે કોંગ્રેસે રોબર્ટ વાડ્રાના રાજકારણમાં પ્રવેશ અંગે નનૈયો ભણ્યો છે.

મની લોન્ડ્રિંગના આરોપોમાં રોબર્ટની પૂછપરછ ચાલી રહી છે ત્યારે રવિવારે એક ફેસબૂક પોસ્ટ દ્વારા રાજકારણમાં પ્રવેશવાના રોબર્ટે સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું કે આ બધું રાજકારણની બદલાની ભાવના સાથે કરવામાં આવી રહ્યું છે. એક લાંબી ફેસબૂક પોસ્ટના માધ્યમથી વાડ્રાએ પોતાની લાગણીઓ જાહેર કરી છે. આ ઘટનામાં તપાસ પૂર્ણ થયા બાદ રાજકારણમાં જોડાવવાની આડકતરી વાત પણ કરી છે.

A youth stabbed to death in broad daylight, Rajkot | Tv9

FB Comments

TV9 Web Desk3

Read Previous

પાકિસ્તાન વિરુદ્ધ BIG PLANની તૈયારીઓ, સંરક્ષણ પ્રધાન સાથે ત્રણેય સેના પ્રમુખોની બેઠક, 44 દેશોમાં રહેલા ભારતીય અટૅચી પણ બેઠકમાં જોડાશે

Read Next

તો શું આદિલ તેના ઘર પર કરાયેલા ફાયરિંગનો બદલો લેવા આત્મઘાતી હુમલો કરવા તૈયાર થયો ? NIA ટૂંકમાં જ કરશે અનેક ચોંકાવનારા ખુલાસા અને ઇમરાનને આપી દેશે પુરાવા

WhatsApp પર સમાચાર