જાપાનમાં 60 વર્ષનું સૌથી ખતરનાક તુફાન, 73 લાખ લોકોનું સ્થળાંતર, આકાશ ગુલાબી તો રેલવે, વિમાન સેવાઓ ઠપ્પ

જાપાનમાં હગિબીસ નામના તૂફાને તબાહી મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 26 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ભારે તારાજીની સામે જાપાનમાં લોકો તૂફાનની સામે ઝઝૂમી રહ્યાં છે અને ભારતે પણ મદદ પહોંચાડવાની વાત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સરકારે કરી શિક્ષણમાં મદદ, દેશનો સૌપ્રથમ ટ્રાંસજેન્ડર કોર્મશિયલ પાયલોટ બનશે હૈરી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત જાપાનની સાથે છે અને ભારતીય નૌસેના મદદ માટે તૈયાર છે. જાપાનમાં ભારે તારાજીથી 24 કલાકમાં જ કેટલીક જગ્યાઓ પર 93.5 સેન્ટિમીટર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના લીધે ઘણાંબઘાં વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જાપાનની સરકારે સેનાની મદદ લીધી છે. સ્થાનીક મીડિયાના અહેવાલનું માનીએ તો આશરે 90 લોકો ઘાયલ થયાં છે.

READ  તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે અથડામણનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, આ મામલે કોર્ટે ફરમાવી મનાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના લીધે લોકોના ઘરમાં અને શહેરમાં 16 ફૂટ પાણીનો ભરાવો થઈ ગયો છે. રેલવે બ્રીજ પાણી ભરાવાના લીધે ધરાશાયી થઈ રહ્યાં છે. તુફાનના લીધે શનિવારના રોજ જાપાનની રાજઘાની ટોક્યોમાં આકાશ ગુલાબી જોવા મળ્યું હતું. જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં 180 કિમી પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 12 હજારથી વધારે ઘરમાં વીજળી સેવા નથી જેના લીધે કમ્યુનિકેશન ઠપ્પ થઈ ગયું છે. આ તૂફાનનું નામ ‘હગિબીસ’ ફિલિપાઈન્સ દ્વારા આપવામાં આવ્યું છે.

READ  જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટરનો રણચંડી સ્વરૂપનો એક VIDEO વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જાપાનમાં ભારે તુફાનના લીધે હવાઈ સેવાઓ બંધ કરી દેવાઈ છે. ટ્રેન સેવા પણ જાપાનમાં બંધ કરી દેવાઈ છે. મોલ, કારખાનાઓ , સિનેમાઘરો પણ બંધ કરી દેવાયા છે. લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. એક આંકડા પ્રમાણે 42 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે એટલે કે તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

READ  અમેરિકાએ કહ્યું હુમલો કર્યો તો તબાહ કરી દઈશું, ઈરાને કહ્યું કે જવાબ આપીશું

 

Oops, something went wrong.
FB Comments