ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ બધા ર્ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

pragyan-ojha-announced-his-retirement-from-all-forms-of-cricket

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ બધા ર્ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ઓઝાએ એક નિવેદનમાં રિટાયરમેન્ટની ઘોષણા કરી છે. પ્રજ્ઞાન ઓઝા હવે ફસ્ટ ક્લાસ કિક્રેટ પણ રમશે નહીં. 33 વર્ષના પ્રજ્ઞાન ઓઝાએ ભાવુક થઈને ચિઠ્ઠી લખી હતી જેમાં કિક્રેટ એસોસિએશન અને ક્રિકેટર્સોનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ ઉના નગરપાલિકા ભવન પાસે સરદાર પટેલની ખંડીત હાલતમાં પ્રતિમા જોવા મળતા સર્જાયો વિવાદ

સચિન તેંડુલકરના હાથે ટેસ્ટ કેપ મેળવનારા પ્રજ્ઞાને તેમના અંતિમ ટેસ્ટ મેચને યાદગાર બનાવ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઈન્ડિઝની વિરુદ્ધ ઓઝાએ બે ઈનિંગમાં 5-5 વિકેટ ઝડપી હતી.

READ  વિરાટ કોહલી નાગરિકતા કાયદાનું સમર્થન કરે છે કે વિરોધ? આપી દીધો જવાબ

24 ટેસ્ટ મેચની 28 ઈનિંગમાં ઓઝાએ 113 વિકેટ પ્રાપ્ત કરી હતી. ઓઝાએ 18 વન-ડે મેચ રમ્યા હતા. જેમાંથી 21 વિકેટ મેળવી હતી. તો T20 મેચમાં 6 મેચ રમીને ઓઝાએ 10 વિકેટ મેળવી હતી. આ સિવાય ફસ્ટ ક્લાસ લીસ્ટમાં ઓઝાની કારકિર્દી અંગે પણ ચર્ચા થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: અંબાજીના ગબ્બર વાળા ચુંદડીવાળા માતાજીનું નિધન, 28 મેના રોજ અપાશે સમાધી

 

ઓઝાએ ભારત માટે અંતિમ ટેસ્ટ મેચ 2013માં રમી હતી. તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરની છેલ્લી મેચ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments