રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મ જયંતી મહોત્સવની ઉજવણી, યોજાયો વિશ્વશાંતિ મહાયજ્ઞ

Pramukh Swami's 98th Janma Jayanti Mahotsav

રાજકોટમાં પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજવામાં આવ્યો છે.જેમાં 600 હવનકુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

Pramukh Swami's 98th Janma Jayanti Mahotsav

અહીં ત્રણ દિવસમાં 15 હજારથી વધુ યજમાનો વિશ્વશાંતિ યજ્ઞમાં ભાગ લેશે.આ યજ્ઞમાં 37 લાખ આહુતી આપવામાં આવશે. ગત 5 તારીખથી શરૂ થયેલા આ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

READ  UNમાં ભારતનો પ્રસ્તાવ મંજૂર, આ દિવસે આખું વિશ્વ ઉજવશે 'આંતરરાષ્ટ્રીય ચા દિવસ'

Pramukh Swami's 98th Janma Jayanti Mahotsav

ભક્તિમય માહોલ વચ્ચે રોજ લાખો હરિભક્તો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે અને મહંતસ્વામીના દર્શન અને આશીર્વાદ મેળવી રહ્યા છે. મહત્વનું છે કે, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવ ઉજવવા માટે રાજકોટ-મોરબી હાઈ-વે પર સ્વામમિનારાયણ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Pramukh Swami's 98th Janma Jayanti Mahotsav

જુઓ વીડિયો : 

સ્વામિનારાયણનગરની મધ્યમાં 27 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે તો પાંચ કલાત્મક મંદિરો પણ બનાવવામાં આવ્યા છે જે અન્ય મંદિરોની પ્રતિકૃતિ છે. સમગ્ર ગ્રાઉન્ડમાં છ પ્રદર્શન ખંડો તૈયાર કરવામાં આવ્યા છે જે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંદેશો પહોંચાડી રહ્યા છે. અહીં દરરોજ અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં આજે વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થપાય તેવા હેતુસર વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજવામાં આવ્યો છે.

READ  VIDEO: ઉપલેટામાં આવેલો વેણુ ડેમ થયો ઓવરફ્લો, ડેમના 10 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા

[yop_poll id=181]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

FB Comments