કોરોના વાઈરસને લઈને મજાક કરવી પડી મોંઘી, થઈ શકે છે 5 વર્ષની જેલની સજા!

prankster-could-be-imprisoned-for-five-years-after-doing-prank-on-corona-virus

કોરોના વાઈરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. દરેક દેશ પોતાના લોકોને ચીન છોડી દેવા અપીલ કરી રહ્યાં છે. આ ઉપરાંત કોરોનાનો કહેર પોતાના દેશમાં ન આવે તેને લઈને વિશ્વભરમાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. રશિયામાં એક અજીબ ઘટના બની છે અને તેને લઈને યુવાનની પર કાર્યવાહી કરવામાં આવી છે. કોરોનાને લઈને ટીખળ કરનારા યુવાનની ધરપકડ કરવામાં આવી છે અને મોસ્કો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


શું છે સમગ્ર મામલો?

READ  કોરોનાના સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, રાજ્યની 36 RTO અને ARTO 29 માર્ચ સુધી રહેશે બંધ

કોરોના વાઈરસના લીધે આખા વિશ્વમાં ભયનો માહોલ છે અને આવા સમયે રશિયાના મોસ્કો શહેરમાં યુવાનને મજાક સૂઝે છે.  મોસ્કો સીટી મેટ્રોમાં તે કોરોનાના વાઈરસથી પીડિત હોય તેવી રીતે નાટક કરે છે.  ચાલતી મેટ્રોમાં યુવાન એવી રીતે  પડી જાય છે જે રીતે તેને કોરોના વાઈરસની ઈફેકટ થઈ હોય. અંતે તે ટીખળ કરે છે અને કોઈ જ કોરોના વાઈરસની અસર નહોતી તે માત્ર એક નાટક હતું તે સાબિત થઈ જાય છે. મોસ્કો પોલીસે આ યુવાનની ધરપકડ કરી લીધી અને  તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ  નવલખી બંદર પર 192 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન જેટીનું થશે નિર્માણ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એવું કહેવામાં આવી રહ્યું છે જાહેરમાં લોકોને ડરાવવા માટે આ નાટક યુવાને કર્યું હતું. મોસ્કોના કાયદા પ્રમાણે 5 વર્ષની જેલ જાહેરમાં આ નાટકના લીધે યુવાનને થાય તેવી શક્યતા છે.  જાહેરમાં એક કોરોના વાઈરસના મજાકના લીધે 5 વર્ષ જેલમાં વિતાવવાનો વારો યુવાનનો આવી શકે છે.

READ  બીજી વખત ભારતીય ટીમના હેડ કોચ બનેલા રવિ શાસ્ત્રીની સેલરીમાં થશે આટલા કરોડનો વધારો

 

Oops, something went wrong.
FB Comments