પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત તો કરી દીધી પણ કાર્યકર્તાઓ જ નથી મળી રહ્યાં!

ડૉ.પ્રવિણ તોગડીયાએ વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થઇને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તો બનાવી લીધી સાથે અલગ રાજકીય પાર્ટી બનાવીને લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે પણ તેમની પાસે હવે કાર્યકર્તાઓનો અભાવ છે.

ડૉ.પ્રવિણ તોગડીયાને પણ લાગ્યુ રાજનીતિક ગ્રહણ ચૂંટણી છે ત્યારે તમામ રાજનીતિક પાર્ટીઓ પોતાની તાકાત મજબુત કરવા માટે કાર્યકર્તાઓને પોતાની સાથે જોડતી હોય છે. જેમાં ઘણી વખત મોટા નેતાઓ પણ જોડાતા હોય છે, ત્યારે ડૉ.પ્રવિણ તોગડીયાના સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે(AHP) હવે પોતાની તાકાત મજબુત કરવા માટે ભરતી અભિયાનની શરુઆત કરી છે.

જેના માટે શહેરના વિવિધ વિસ્તારમાંથી ભરતી અભિયાન માટે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. એક સમયે હિન્દુ હૃદય સમ્રાટ તરીકે જાણીતા એવા ડૉ.પ્રવિણ તોગડીયાએ જ્યારથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે નાતો તોડ્યો છે ત્યારથી લાગે છે કે તેમના રાજનીતિક ભવિષ્ય સામે ગ્રહણ લાગી ગયુ છે. એક સમયે તેમના નામે હજારો લોકો એકત્ર થઈ જતા હતા પણ હવે તેમની પાર્ટીને પણ કાર્યકર્તાઓની શોધ ચલાવવી પડી રહી છે, દાવો છે કે સંઘના જુના લોકો AHP સાથે જોડાઇ રહ્યા છે.

READ  Ahmedabad: Mismanagement seen in BJP's Ekta Yatra

ઠેર ઠેર લાગ્યા ભરતી અભિયાનના પોસ્ટર્સ

અમદાવાદના નારોલ, શાહવાડી, દાણીલિમડા જેવા વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નામે પોસ્ટર્સ લગાવાયા છે. જેમાં સ્પષ્ટ પણે ભરતી અભિયાન હોવાનું લખેલુ છે, એટલે કે હવે કાર્યકર્તાઓની શોધ શરુ કરી દેવામાં આવી છે. AHPના પ્રવક્તા નિરજ વાઘેલાએ કહ્યું કે જ્યારથી ડૉ.પ્રવિણ તોગડીયાએ અલગ સંસ્થા બનાવી છે.

ત્યારથી ભાજપથી નારાજ ,સંઘ અને પરિષદથી નારાજ કાર્યકર્તા, સદસ્યો અને વરિષ્ઠ નેતાઓ AHPમાં જોડાઇ રહ્યા છે. પ્રવિણ તોગડીયાએ હિન્દુસ્થાન નિર્માણ દળ નામની રાજકીય પાર્ટી બનાવી છે. દાવો છે કે જો જલ્દી જ AHP મોટુ સંગઠન બનાવીને ભાજપને મોટો આંચકો આપવાની રણનીતિ બનાવી રહી છે.

 

READ  Rich Surat RTO faces acute staff shortage - Tv9 Gujarati

 

ગુજરાતમાં નહી થાય સફળ

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે દેશમાં લોકશાહી છે અને કોઈ પણ વ્યક્તિ પોતાનુ સંગઠન બનાવી શકે છે. કાયદા અનુસાર સદસ્યો બનાવી શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે. ગુજરાતમાં મતદારોએ ક્યારેય ત્રીજા વિકલ્પને પસંદ કર્યો નથી.

જ્યારે હવે ભાજપ જ દેશમાં સરકાર બનાવશે, બીજા કોઈને સ્થાન નથી, ઉલ્લેખનીય છે કે હવે પ્રવિણ તોગડીયાની પાર્ટી ગુજરાત સહિત દેશભરમાં હિન્દુત્વના મુદ્દે ચૂંટણી લડશે અને વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ડૉ.પ્રવિણ તોગડીયા ચૂંટણીમાં ઉતરશે તેવી જાહેરાત કરી ચૂક્યા છે.

સ્વયંસેવક કોઈ રાજનીતિક પાર્ટીમાં નથી જોડાતો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક વિજય ઠાકરએ જણાવ્યુ કે સંઘના કોઇ વ્યક્તિ રાજકીય પાર્ટીમાં જોડાતા નથી, તેઓ માત્ર વિચારધારાને પ્રચારિત અને પ્રસારિત કરવાનુ કામ કરે છે. જેથી જો કોઇ એવો દાવો કરતુ હોય કે, કોઈ સંઘના કોઇ હોદ્દેદાર કે પદાધિકારીઓ અન્ય સંગઠનનમાં જોડાયા છે તો વાતમાં દમ નથી, હા સંગઠન છોડીને કેટલાક લોકો અલગ જરુર થાય છે, પણ તેનાથી સંઘ કે રાષ્ટ્રવાદી વિચારધારાને કોઈ નુકશાન નહી થાય.

READ  Pre Navratri celebration in Blind People's Association, Dang

નથી મળી રહ્યા કાર્યકર્તા

ડૉ.પ્રવિણ તોગડીયા જ્યારથી વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થયા ત્યારથી તેમના સમર્થકો જાણે ખુબ ઓછા થઈ ગયા છે. તેમના કાર્યક્રમોમાં પણ ઓછી હાજરી જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં ભરતી કાર્યક્રમમાં કોઈ મોટી સફળતા મળી રહી નથી. ગુજરાતમાં હિન્દુ સ્થાન નિર્માણ દલ 9 બેઠકો ઉપર ચૂંટણી લડશે પણ તેની પાસે હવે કાર્યકર્તાઓની અછત છે એટલે કે સેનાપતિ તો છે, પણ સેના નથી, અને એ જ ચિંતા હાલ AHPને પણ સતાવી રહી છે.

 

FB Comments