પ્રવિણ તોગડિયા જોવા મળ્યા એક અલગ જ રૂપમાં, તેમને એક ફોટો બન્યો ચર્ચાનું કારણ, પુલવામા આતંકી હુમલા અંગે આપ્યું મોટું નિવેદન

હિન્દુવાદી નેતા, વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષનું એક અલગ જ રૂપ જોવા મળી રહ્યું છે, જેમાં તે મુસ્લિમ સમુદાયની સામે હાથ જોડતા જોવા મળી રહ્યાં છે.

હંમેશા મુસ્લિમ સમુદાય વિશે જાહેરમાં ટિપ્પણી કરનાર પ્રવિણ તોગડિયાનું આ રૂપ જોઈને લોકો જરૂર ચોંકી ઉઠયા છે. તેમને VHPમાંથી કાઢી નખાયા છે જેનાથી તેઓ પહેલેથી જ નિરાશ જોવા મળી રહ્યાં છે. ‘હિન્દુસ્તાન નિર્માણ દળ’ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયા તેમની પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા રેખા ગુર્જરના સમર્થનમાં જગનપુર ગામમાં એક સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા તે દરમિયાન કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો હાજર હતા.

સભાને સંબોધન કરતા તેમણે વર્તમાન કેન્દ્ર સરકાર પર આતંકી હુમલાને લઈને પ્રહારો કર્યા હતા. આતંકી હુમલાને કેન્દ્ર સરકારની મોટી નિષ્ફળતા ગણાવી હતી. ત્યારબાદ સભા પૂરી થયા પછી બધા જ લોકો પ્રવિણ તોગડિયાને મળવા માટે અને તેમની સાથે ફોટો લેવા માટે ગયા હતા તે દરમિયાન મુસ્લિમ સમાજના 2 લોકો પ્રવિણ તોગડિયાની પાસે પહોંચ્યા તો તેમણે હાથ જોડીને અભિનંદન કર્યું હતું જે હાલ ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

[yop_poll id=1617]

BJP Gorakhpur candidate Ravi Kishan offers prayers ahead of vote counting- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

VIDEO: શહીદ મેજરની અંતિમ યાત્રામાં જૂતા પહેરી પહોંચેલા મંત્રીઓ પર સ્થાનિકો ગુસ્સે ભરાયા, જૂતા ઉતાર્યા પછી પણ એક મંત્રી હસતા રહ્યાં

Read Next

અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, એક મહિનામાં આટલા કરોડ ન ચૂકવ્યા તો જવું પડશે જેલ

WhatsApp chat