પ્રયાગરાજમાં અખાડાઓના શાહી સ્નાન સાથે કુંભમેળાનો પ્રારંભ, જુઓ કુંભમેળાના પ્રથમ દ્રશ્યો VIDEO

સંગમ નગરી પ્રયાગરાજમાં આસ્થાનો કુંભ સજીધજીને તૈયાર છે. વિશ્વ વિખ્યાત કુંભ મેળો 15 જાન્યુઆરીથી શરૂ થઈને 4 માર્ચ સુધી ચાલશે. ગંગા, યમુના અને સરસ્વતી સંગમવાળું પ્રયાગરાજ શહેર કુંભના ચાર સ્થાનોમાંથી એક છે.

ત્યારે ટીવી9 ગુજરાતીની ટીમ પ્રયાગરાજ પહોંચી છે. અહીંથી અમને તેમને કુંભની ખૂબસૂરતી દર્શાવતા વીડિયોઝ, કુંભમેળાથી જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ અને કુંભ 2019ના આયોજનથી જોડાયેલી તમામ વાતો કહીશું.

પ્રયાગરાજમાં પ્રથમ શાહી સ્નાન સાથે કુંભ મેળાનો પ્રારંભ થયો છે. મકરસંક્રાંતિના પર્વ પર ગંગાના સંગમ તટ પર ધૂમધામ શોભા યાત્રા સાથે સાધુઓએ શાહી સ્નાન કરીને કુંભનો શંખનાદ કર્યો. પરંપરા પ્રમાણે સૌપ્રથમ મહાનિર્વાણી અખાડાએ શાહી સ્નાન કર્યું. આ સાથે નિરંજની અને આનંદ અખાડાએ શાહી સ્નાન કર્યુ.આશરે 40 મિનિટ સુધી શાહી સ્નાન કર્યુ તો બીજી તરફ લાખો શ્રદ્ધાળુઓએ પણ ત્રિવેણી સંગમ સ્થાન પર ડૂબકી લગાવી. આશરે 20 લાખ લોકોએ શાહી સ્નાન કર્યાનું અનુમાન છે. નોંધનીય છે કે, કુંભમાં છ શાહી સ્નાન હોય છે. કહેવામાં આવે છે કે શાહી સ્નાન અથવા ત્રિવેણીમાં ડૂબકી લગાવવાથી અમર થવાનું વરદાન પ્રાપ્ત થાય છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો કાર્યબોજ અને માનસિક ટેન્‍શનમાંથી હળવા થઈ મિત્રો, સગાંસ્‍નેહીઓ સાથે ખુશખુશાલ રીતે આજનો દિવસ ૫સાર કરશે

જુઓ VIDEO: 

આજ કારણ છે કે કુંભ દરમિયાન શાહી સ્નાન કે ડૂબકી લગાવવાની હોડ લાગે છે. કુંભના મેળામાં ત્રણ શાહી સ્નાન યોજાય છે. ત્યારે આગામી શાહી સ્નાન 6 અને 10 ફેબ્રુઆરીના રોજ યોજાશે. તો કુંભનો મેળો 50 દિવસ સુધી ચાલશે. 4 માર્ચ એટલે કે મહાશિવરાત્રીના દિવેસ કુંભ મેળાની પૂર્ણાહૂતિ થશે. હાલ શાહી સ્નાનની ડૂબકીની સાથે પ્રયાગરાજમાં આસ્થાનું પૂર ઉમટી પડ્યું છે.

READ  VIDEO: ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર સાથે દંડની રકમમાં ઘટાડો, જાણો કયા ગુના માટે કેટલો દંડ ઘટાડ્યો

કુંભનો શંખનાદ

જુઓ VIDEO: 

પ્રયાગરાજમાં પ્રથમ શાહી સ્નાન સાથે કુંભ મેળાનો પ્રારંભ
ગંગાના સંગમ તટ પર શાહી સ્નાન કરીને કુંભનો શંખનાદ
સૌપ્રથમ મહાનિર્વાણી અખાડાએ શાહી સ્નાન કર્યું
નિરંજની અને આનંદ અખાડાએ કર્યું શાહી સ્નાન
આશરે 40 મિનિટ સુધી શાહી સ્નાન કર્યુ
શ્રદ્ધાળુઓએ પણ ત્રિવેણી સંગમ સ્થાન પર ડૂબકી લગાવી
આશરે 12 કરોડ લોકોએ શાહી સ્નાન કર્યાનું અનુમાન
4 માર્ચ મહાશિવરાત્રી સુધી ચાલશે કુંભનો મેળો

READ  મોંઘવારીમાં વધુ એક માર! ત્રણ મહિનાથી ગેસના બાટલામાં નથી મળી સબસિડી, ગ્રાહકોના ખાતામાં ક્યારે જમા થશે સબસિડી?

[yop_poll id=606]

Oops, something went wrong.
FB Comments