• March 20, 2019

વર્ષ 2019 માટે નોસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાણી સાંભળશો તો કંપારી છૂટી જશે!

Nostradamus-Prediction-2018

Nostradamus-Prediction-2018

નોસ્ત્રેદમસની અત્યારે એટલા માટે યાદ આવી રહી છે કારણ કે 2019નું વર્ષ આવી રહ્યું છે. એવામાં 2019 માટે નાસ્ત્રેદમસે જે ભવિષ્યવાણીઓ કરી છે તે કંપાવનારી છે.

 

ફ્રાંસિસી ભવિષ્યવેત્તા માઇકલ ધ નોસ્ત્રેદમસ પોતાની સચોટ ભવિષ્યવાણીઓ માટે વિશ્વ વિખ્યાત છે. તેમણે કરેલી અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે. તેમણે વર્ષો પહેલા આવનારા અનેક વર્ષો માટે આગાહીઓ કરી દીધી હતી.

નોસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં…

  • 2019માં દુનિયા ખત્મ થઈ જવાના સંકેતો છુપાયેલા છે.
  • 2019માં તૃતીય વિશ્વ યુદ્ધ, પશ્ચિમી દેશનું પતન અને એસ્ટરૉય વિશે પણ ભવિષ્યવાણી કરાઈ છે.
  • ત્રીજું વિશ્વ યુદ્ધ બે સુપર પાવર વચ્ચે થશે અને આ વિશ્વ યુદ્ધ 27 વર્ષો સુધી ચાલશે.
  • એસ્ટરૉયડ વિશે ભવિષ્યવાણી કરાઈ છે કે એક સૂર્ય ગ્રહણ દરમિયાન ઉનાળાની સૌથી અંધારી રાત હશે કે જ્યારે સૂર્ય પર સમ્પૂર્ણપણે ગ્રહણ લાગી જશે. ત્યારે એક આકાશીય પિંડ પડશે.  આ રાક્ષસને દિવસના અજવાળામાં પણ જોઈ શકાશે. ધરતી પર આકાશમાંથી કોઈ પિંડ પડશે કે જેનાથી વિનાશ સર્જાશે.
  • 2019માં પરમાણુ યુદ્ધ અને પ્રાકૃતિક આપદાઓની પણ શંકા રહેશે.
  • આકાશમાં એક ધૂમકેતુ દેખાવાની ઘટના સાથે ભયંકર હિંસક ઘટનાઓ પણ થશે.
  • ગ્લોબલ વૉર્મિંગના પગલે ધરતી પર હલચલ મચતી રહેશે. મનુષ્યો જળની વધતી સપાટી અને જળને તેની નીચે વહેતું જોશે.
  • ક્લાઈમેટ ચેન્જના કારણે ઘણાં મોટા યુદ્ધો અને સંઘર્ષો છેડાશે.
  • સામૂહિક હિજરતને લઈને વિવાદો વધશે.

આ પણ વાંચો: હડતાળ અને રજાઓના કારણે બેંકો પર કેટલાંયે દિવસ લાગશે તાળા, આજે જ પતાવી લો બેંકને લગતા જરૂરી કામ

યૂટ્યુબ ચૅનલ ‘અનએક્સપ્લેઈન્ડ મિસ્ટ્રીઝ’ના જણાવ્યા મુજબ નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી છે કે માણસ અને પ્રાણીઓ વચ્ચે ભવિષ્યમાં એક અવિશ્વસનીય સંબંધ સ્થપાશે. લોકો પ્રાણીઓની વધુ નજીક થતા દશે અને કદાચ તેમની સાથે વાતચીત પણ કરી શકશે. માણસો પરસ્પર એકબીજા કરતા પ્રાણીઓની વધુ નજીક થશે.

2019ની ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપીએ તો વધુ માલૂમ પડે કે…

  • કેટલાક યૂરોપિયન દેશો ભયંકર પૂરની ઝપટે આવી જશે.
  • આ ઉપરાંત હંગેરી, ઇટાલી, ચેક રિપબ્લિક અને બ્રિટનમાં પણ ભીષણ પૂર આવશે
  • યૂરોપિયન દેશો અને એક તરફ ઇમિગ્રેશનની સમસ્યાનો સામનો કરશે તો બીજી તરફ તેમની ઉપર અનેક આતંકી હુમલા પણ થવાની શંકા છે.
  • અમેરિકાના જુદા-જુદા ભાગોમાં ચક્રવાતો આવશે કે જે ભયંકર તબાહી મચાવશે.
  • ગ્લોબલ વૉર્મિંગના કારણે અનેક સશસ્ત્ર સંઘર્ષો થશે.
  • અમેરિકાના લોકોએ મોટા ભૂકંપો માટે તૈયાર રહેવું પડશે કે જે ભીષણ તબાહી મચાવનાર હશે.
  • પોતાની રણનીતિના કારણે ચીન દુનિયાનો નવો નેતા બની જશે.
  • મધ્ય પૂર્વ દેશો અને અન્ય કેટલાક દેશોમાં પણ ધાર્મિક અતિવાદ વધશે તેનાથી અશાંતિ અને ગૃહ યુદ્ધ થશે. ઘણાં લોકો પોતાનો દેશ છોડી બીજા દેશોમાં શરણ લેવા મજબૂર બનશે.
  • તબીબી ક્ષેત્રે જોકે અભૂતપૂર્વ પ્રગતિ થશે કે જેનાથી લોકોની સરેરાશ આયુ વધી જશે.
  • કદાચ લોકો 200 વર્ષ સુધી જીવી શકશે.
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આખરે નોસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને આટલી ગંભીરતાથી કેમ લેવામાં આવે છે?

  • કારણ કે અત્યાર સુધી  તેમની મોટાભાગની ભવિષ્યવાણીઓ સચોટ અને સાચી સાબિત થઈ છે.
  • ડાયેનાનું મોત, હિટલરનો ઉદય, પરમાણુ બૉંબ, બીજું વિશ્વ યુદ્ધ, 9/11નો આતંકી હુમલો, નરેન્દ્ર મોદીના પીએમ બનવા અંગે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.
  • નોસ્ત્રેદમસે અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ વિશે જે કંઈ સંકેતો આપ્યા હતાં તે સંકેતો ડોનાલ્ડ ટ્રમ્પ પર બંધ બેસે છે.
  • નોસ્ત્રેદમસે કહ્યુ હતું કે બે એવા ધડાકા થશે કે જેની અસર બહુ લાંબા સમય સુધી રહેશે અને હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલા સાથે આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ.
  • નોસ્ત્રેદમસે કહ્યુ હતું કે બે પથ્થરો પરસ્પર ટકરાશે કે જેનાથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાશે અને આકાશ આતંકનો વિસ્તાર બનશે. આ ભવિષ્યવાણીને 9/11ના આતંકી હુમલા સાથે જોડીને જોવામાં આવી.
  • નોસ્ત્રેદમસે પોતાના મોતની પણ સચોટ આગાહી કરી હતી. તેમણે લખ્યુ હતું કે તેઓ બેંચ અને પથારીની નજીક મૃત મળી આવશે. મૃત્યુ અગાઉની રાત્રે જ તેમણે કહી દીઉં હતું કે કે આવતીકાલની રાત્રે તેઓ જીવિત નહીં રહે અને બીજી સવારે નોસ્ત્રેદમસ પોતાના બેડરૂમમાં ટેબલ પર મૃત હાલતમાં મળી આવ્યા.

[yop_poll id=291]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

People question Shiv Sena leader Eknath Shinde over development in Palghar

FB Comments

Hits: 55951

TV9 Web Desk3

Read Previous

એક પૂર્વ રાષ્ટ્રપતિ જે બાળકો માટે બન્યા સાન્તા ક્લૉઝ! ક્યારેય નહીં જોયો હોય આવો VIDEO

Read Next

મોદી 2 દિવસ ગુજરાતમાં, જાણો શું છે વડાપ્રધાનનો કાર્યક્રમ? કયા શહેરમાં, કયા કાર્યક્રમોમાં આપશે હાજરી?

WhatsApp chat