VIDEO: સુરતમાં પાલ RTO નજીક BRTSની બસે સગર્ભાને અડફેટે લીધી, ડ્રાઇવર બસ લઈને ફરાર થતા લોકોએ ઝડપ્યો

Pregnant woman hit by city bus in Surat, hospitalised

સુરતમાં ફરી BRTS બસે અકસ્માત સર્જ્યો છે. શહેરના પાલ RTO નજીક BRTSની લાલ બસે સગર્ભા મહિલાને અડફેટે લીધી હતી. મહિલા સવારે દૂધ લેવા માટે ગઈ હતી ત્યારે મહિલાએ બસને ઉભી રાખવા હાથ બતાવ્યો પણ બસ ચાલકે બસ તો ઉભી ન રાખી. પરંતુ બસ ડ્રાઈવરે સગર્ભા મહિલાને જ અડફેટે લઈ લીધી. આ ઘટના બાદ બસ ડ્રાઇવર બસ લઈને ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

READ  Congress expelled me 24 hours ago: Shankarsinh Vaghela - Tv9 Gujarati

આ પણ વાંચો: VIDEO: ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ ઉમિયાનગર આકાશી નજારો

જો કે આસપાસના લોકોએ બસને રોકીને ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. હાલ સગર્ભા મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડવામાં આવી છે. મહત્વનું છે કે ફરીવાર BRTS બસ દ્વારા અકસ્માત સર્જાતા લોકોમાં પણ રોષની લાગણી છવાઈ છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતમાં 1લી ફેબ્રુઆરીએ ઈતિહાસ રચાશે, 100 વ્યક્તિઓ એક સાથે દીક્ષા ગ્રહણ કરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments